Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોસ્પિટલમાં દાખલ : છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એડમિટ કરાયા

હાલ જિગ્નેશ મેવાણીની તબિયત સ્થિર : ડૉક્ટરએ વધુ આરામ કરવાની સલાહ આપી

અમદાવાદ :  બનાસકાંઠાના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને અચાનક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જિગ્નેશ મેવાણીને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ જિગ્નેશ મેવાણીની તબિયત સ્થિર છે. ડૉક્ટર તેમણે વધુ આરામ કરવાની સલાહ આપી છે. અને થોડા દિવસ ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવાનો યુ.એન.મહેતા હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

 . સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા બે ચાર દિવસથી જિગ્નેશ મેવાણીની તબિયત નાદુરસ્ત હતી. જે બાદ આજે સાંજના સુમારે છાતીમાં વધુ પડતો દુખાવો થવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ડોકટરોની ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે.

(11:00 pm IST)