Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સુરતના વરાછામાં મોર્નિંગ વોકમાં નીકળેલ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર આંચકી બાઇકપર આવેલ બે સ્નેચરો છૂમંતર.....

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં પાડોશી મહિલા સાથે મોર્નીંગ વોક માટે નીકળેલી મહિલાનું રૂ.48 હજારની મત્તાનું મંગળસૂત્ર ગળામાંથી આંચકી બે ચેઈનસ્નેચર બાઈક પર ફરાર થઈ ગયાની ફરિયાદ બનાવના અઢી મહિના બાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઓરીસ્સાના ગંજામના વતની અને સુરતમાં વરાછા અશ્વનીકુમાર રોડ સરસ્વતી સર્કલ પાસે રીવરવ્યુ એપાર્ટમેન્ટ ઘર નં.એફ/204 માં રહેતા 23 વર્ષીય ગૃહિણી સંતોષીનીબેન સારથી પ્રધાન ગત 7 જુલાઈની સવારે છ વાગ્યે પાડોશી મનીષાબેન સાથે મોર્નીગ વોક પર નીકળ્યા હતા. બંને લક્ષ્મી સોસાયટીની સામેથી પસાર થતા હતા ત્યારે બાઈક પર આવેલા 25 થી 30 વર્ષના બે અજાણ્યા સંતોષીનીબેનના ગળામાંથી રૂ.48 હજારની મત્તાનું 15 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર આંચકી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ ગયા હતા. સંતોષીનીબેને બુમાબુમ કરી હતી પણ વહેલી સવારનો સમય હોય તેમને મદદ મળી નહોતી. બનાવ અંગે તેમણે પતિને જાણ કરી હતી. પરંતુ વતનમાં સામાજિક-ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી સુરત પરત ફર્યા બાદ ગતરોજ તેમણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:56 pm IST)