Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

૨૨ આંદોલન સમેટવાની જવાબદારી જેના શિરે નરેન્‍દ્રભાઇ દ્વારા મુકવામાં આવી છે તેવા કૈલાશનાથનજી પાસે શ્વાસ લેવાની ફુરસદ નથી

ચૂંટણી દરમિયાન એસપીઓ પાસેથી કડક હાથે કામ લેવા સાથે સ્‍થાનિક રાજકારણીઓ સાથે સંકલન રાખી ગાંધીનગરને દરમિયાનગીરી ન કરવી પડે તેવા રેન્‍જ વડાઓના લિસ્‍ટ સારી રીતે ચેક કરી નિર્ણય લેવાનો છે : આઈએએસ બદલીઓ આ વિશ્વાસુ આઇએએસ દ્વારા સિંગલ હાથે ભલે કરવાની હોય પરંતુ આઇપીએસ બદલીઓમા હોમ મિનિસ્‍ટર સાથે સંકલન રાખવાનું હોવાનું સચિવાલય વર્તુળો વિલંબનું કારણ માની રહ્યા છે : ટોપ ટુ બોટમ બદલી અંગે કેન્‍દ્રીય ચૂંટણી પંચને સર્ટિફિકેટ આપવા આડે ફકત ૭ દિવસ બાકીછતાં વિલંબ કેમ? આ છે રહસ્‍ય

રાજકોટ, તા.૨૨:  કેન્‍દ્રીય ચૂંટણી પંચને ચાલુ માસની ૩૦મી તારીખ પહેલાં એક સ્‍થાન પર ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હોય કે ગત ચૂંટણીમાં જે તે સ્‍થળે ફરજ બજાવવી હોય તેવા પોલીસ તંત્રના ટોપ ટુ બોટમ પોલીસ અધિકારીઓની બદલી કરી બદલી કર્યાં બદલનું જવાબદાર ટોચના અધિકારીઓ દ્વારા સર્ટિફિકેટ આપવાના આડે હવે ફકત એક સપ્‍તાહ બાકી રહ્યું છે તેવા સમયે સિનિયર આઇપીએસ લેવલે બદલીઓ અંગે ફાઇનલ લિસ્‍ટ એપ્રુવ કરવા બેઠક બોલાવવા સમયનો અભાવ હોવાથી છેલ્લે છેલ્લે ઉતાવળમાં ભૂલ તો નહિ થાય ને? તે પ્રશ્ન આઇપીએસ વર્તુળોમાં જોર શોર થી ચર્ચાઈ રહેલ છે.                            

જોકે બદલીઓ ન થવા પાછળ જે પરિબળો જવાબદાર છે તેમાં ગુજરાતમાં ચૂંટણી સમયે જ એક સાથે ૨૨ ,૨૨ આંદોલન થતાં આ આંદોલન કોઈ પણ ભોગે પૂર્ણ કરવા માટે કેન્‍દ્રના વિશ્વાસુ અને સર્વે સર્વા કે.કે.ના નામથી જાણીતા મુખ્‍ય મંત્રીના મુખ્‍ય સચિવ કૈલાશ નાથનજી ઉપર દબાણ વધતાં જેમને સિનિયર આઈપીએસ અંગે નિર્ણય લેવામાં મહત્‍વનો રોલ ભજવવાનો છે તેવા આ અધિકારી પાસે અન્‍ય બાબત વિચારવાનો સમય નથી, સચિવાલય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ સિનિયર આઇપીએસ લેવલે હર્ષ ભાઈ સંઘવી સાથે રહેશે, પરંતુ આઇએએસ લેવલે તો કૈલાશ નાથનજી એકલે હાથે નિર્ણય ચૂંટણી અને આમ આદમી પાર્ટીની સક્રીયતા ધ્‍યાને રાખી ઓર્ડર કરવાના હોવાથી એ મામલે પણ વિલંબ થયેલ છે.      

આઈ.જી અને ડીઆઈજી લેવલે અને ખાસ કરી ઘણી રેનજોમાં ખૂબ મજબૂત અને એસપી પાસેથી બરાબર કામ લઈ શકે તેવા જોરદાર અને લોકો તથા વિપક્ષો પણ જેના વિશે ઉચ્‍ચો અભિપ્રાય ધરાવે છે, અને લોકોના કાંમ સાથે ખુલ્લે આમ ચાલતી ગેર કાયદે પ્રવળત્તિઓ પર લગામ કસનારના સ્‍થાને કોને મૂકવા તે પ્રક્રિયા ખૂબ લાંબી ચાલી. કેટલાંક પ્રમાણિક અધિકારીઓ છે, પણ જે સ્‍થાનિક રાજકીય નેતાગિરિ સાથે સંકલન સાધવામાં રાજકીય ભાષામાં કહીએ તો ઉણા ઉતરે આનો જે અર્થ કરવો હોય તે થાય,આ બાબત પણ મૂંઝવણ રૂપ બની રહે છે,આઇપીએસ કોર ગ્રુપમાં પણ અલગ અલગ મત હોય છે, અને અલગ અલગ મતને કારણે રાજ્‍ય સરકારને ભૂલ થાપ ખાવી પડ્‍યાનું સમજાય રહેલ છે.           અમદાવાદ, વડોદરા અને સુરત પોલીસ કમિશનરને બદલવા કે કેમ? તેમની કામગીરી યોગ્‍ય છે કે કેમ? ચૂંટણી ધ્‍યાને રાખી અને રાજકીય માહોલ પણ ખૂબ ગરમાવાનો હોવાથી ઘણા ખૂબ સક્ષમ હોવા છતાં સાઈડમા છે તેમને બહાર કાઢી તેમની શકતીની ઉપયોગ કરવા સાથે હાલમાં ખાલી સ્‍થાન પર પણ મજબૂત અધિકારીઓ મૂકવા તે માટે લિસ્‍ટ ફાઇનલ કરવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં વડાપ્રધાન, વિધાન સભા સત્ર, કેજરીવાલ કે મનીષ સિસોદિયા હોય કે પછી રાહુલ ગાંધીના કાર્યક્રમ હોય આ બધા સ્‍પીડ બ્રેકર બને છે, હવે બદલીઓ વડાપ્રધાન ગુજરાત છોડે તે પછી અર્થાત્‌ કેન્‍દ્રીય ચૂંટણી પંચને સર્ટિ.આપવા અગાઉ થશે?

(3:40 pm IST)