Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ગુજરાત પ્રજાપતિ સમાજના સુત્રધારોની વરણીઃધારાસભાની ટીકીટમાં અન્‍યાય સામે આક્રોશ

ભાજપની તરફેણમાં મતદાન કરવા અને પૂરતું પ્રતિનિધિત્‍વ મેળવવા રજુઆત કરવાનો ઠરાવ

અમદાવાદ ખાતે સમસ્‍ત પ્રજાપતિ સમાજની બેઠક રાજયસભાના સભ્‍ય દિનેશ અનાવાડિયાની હાજરીમાં મળેલ તે પ્રસંગની તસ્‍વીર.
(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. રરઃ સમસ્‍ત પ્રજાપતિ સમાજ ગુજરાતની સાધારણ સભા આઠ પરગણા પ્રજાપતિ સમાજની વાડી સોલા અમદાવાદ ખાતે રાજયસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાના પ્રમુખ સ્‍થાને અને પીપળીયાધામના મહંત શ્રી ઇશ્‍વરભાઇ મુખી મહારાજ સંસ્‍થાના પ્રમુખ અનિલ પ્રજાપતિ તથા રાષ્‍ટ્રીય કુંભાર મહાસભાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષશ્રી વીરચંદભાઇ પ્રજાપતિ, લાલજીભાઇ પ્રજાપતિ, હર્ષદભાઇ પ્રજાપતિ, ગોવિંદભાઇ પ્રજાપતિ, સુરેશભાઇ પ્રજાપતિ, પ્રભુદાસભાઇ મુનસરા, અમૃતભાઇ પ્રજાપતિ, બંસીભાઇ પ્રજાપતિ, જેઠાભાઇ પ્રજાપતિ, ધવલભાઇ પ્રજાપતિ, જીતુભાઇ પ્રજાપતિ, મહેશભાઇ પ્રજાપતિ, પ્રવિણભાઇ પ્રજાપતિ, રોહિતભાઇ પ્રજાપતિ, વિમલભાઇ પ્રજાપતિ, મનુભાઇ પ્રજાપતિ, જયેશભાઇ પ્રજાપતિ, અરવિંદભાઇ પ્રજાપતિ, ભરતભાઇ પ્રજાપતિ અને શ્રીમતી અલકાબેન પ્રજાપતિ, ગાયત્રીબેન પ્રજાપતિની ઉપસ્‍થિતિમાં યોજવામાં આવી હતી.
આગામી પાંચ વર્ષ માટે નવીન કારોબારી અને હોદેદારોની નિમણુંક કરવામાં આવી. સંસ્‍થાના પ્રમુખ તરીકે અનિલભાઇ પ્રજાપતિ, સંયોજક તરીકે વીરચંદભાઇ પ્રજાપતિ, સહસંયોજક તરીકે લાલજીભાઇ પ્રજાપતિ, મુખ્‍ય મહામંત્રી તરીકે દશરથભાઇ પ્રજાપતિ, મહામંત્રી તરીકે સી. કે. પ્રજાપતિ અને ખજાનચી તરીકે શ્રી પ્રકાશભાઇ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ તરીકે શ્રી રમેશભાઇ કંસારા, ભકિતભાઇ પ્રજાપતિ, હર્ષદભાઇ પ્રજાપતિ, રાજુભાઇ પ્રજાપતિ, ધર્મેશભાઇ જે. પ્રજાપતિ અને નરેન્‍દ્રભાઇ ડી. પ્રજાપતિ, યુવા પ્રમુખ તરીકે પ્રકાશભાઇ ટાંક, મંત્રી તરીકે ચેતનભાઇ એમ. પ્રજાપતિ, કાનજીભાઇ ડી. પ્રજાપતિ, સુમનભાઇ પ્રાજપતિ, મહિલા પ્રમુખ તરીકે જયશ્રીબેન પી. મુનસરા તથા ઓડીટર તરીકે શ્રી મુકુન્‍દભાઇ પ્રજાપતિ, હર્ષદભાઇ પ્રજાપતિ, નીતિનભાઇ પ્રજાપતિની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી.
મિટિંગમાં અંદર પ્રજાપતિ સમાજને રાજકીય રીતે થતા અન્‍યાય અંગેની ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી. ચર્ચાના અંતે વિધાનસભા ચુંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ તથા પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલના હાથ મજબુત કરવા સમસ્‍ત પ્રજાપતિ સમાજએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જંગી મતદાન કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્‍યું હતું. ગુજરાતનો સમગ્ર પ્રજાપતિ સમાજ કોઇપણ પરિસ્‍થિતિમાં હંમેશા ભારતીય જનતા પાર્ટીની પડખે ઉભો રહ્યો છે. તેમ છતાં પ્રજાપતિને પૂરતું પ્રતિનિધિત્‍વ વિધાનસભામાં આપવામાં આવતું નથી તેનો ઉગ્ર રોષ પ્રજાપતિ સમાજમાં છે.મિટીંગમાં ઉગ્ર ચર્ચાઓના અંતે આવનારી વિધાનસભાની ચુંટણીમાં પ્રજાપતિ સમાજને પ્રતિનિધિત્‍વ આપવામાં આવે તેવી ઉગ્ર રજુઆત કરવા અંગેનું સર્વાનુમતે નકકી કરવામાં આવ્‍યું તેમ પ્રમુખ અનિલ પ્રજાપતિ જણાવે છે.

 

(4:04 pm IST)