Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

યે સરકાર નહિ ચલેગી...સુત્રોચ્‍ચાર સાથે કોંગીની ધમાલઃ ૧૦થી વધુ સભ્‍યો સસ્‍પેન્‍ડ

બક્ષીપંચ અનામત, ખેડૂત વિરોધી નીતિ, મોંઘવારી વગેરે મુદ્દે ગૃહમાં વિપક્ષી સભ્‍યોના દેખાવો

 (અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. રર : ગુજરાત રાજયમાં સ્‍થાનિક સ્‍વરાજયોની સંસ્‍થાઓમાં અનામતના ધોરણે બેઠકો ફાળવવા માટે ચર્ચાની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી.
ડો.સી.જ.ચાવડા અને અમીત ચાવડાએ અનામત માટે સરકારમાં  રજુઆત કરી છે પરંતુ કોઇ પ્રકારનો નિર્ણય કરવામાં આવતો નથી.
આ સમયે વિપક્ષના સભ્‍યો દ્વારા ‘ઓ બી સી વિરોધીએ સરકાર નહી ચલેગી' ખેડુત વિરોધી સરકાર નહિ ચલેગી જેવો ભારે સૂત્રોચ્‍ચાર ચાલુ રાખ્‍યા અને આ બાબતના પોસ્‍ટરો હાથમાં લઇ વેલમાં આવી ગયા અને ભારે ધાંધલ-ધમાલ મચાવતા વિધાનસભા અધ્‍યક્ષે ૧૦ થી વધુ સભ્‍યોને આજના દિવસની કામગીરીમાંથી સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે.

 

(4:08 pm IST)