Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

નવરાત્રી પર સામાન્‍ય વરસાદ પડતો રહેશે જ્‍યારે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પડશેઃ હવામાન વિભાગ દ્વારા આગાહી

દેશમાં ચોમાસાની વિદાય પશ્ચિમી રાજસ્‍થાન અને કચ્‍છના વાયવ્‍ય ખુણેથી થઇ

અમદાવાદઃ ખેલૈયાઓ માટે નવરાત્રી પર ફરી એક માઠા સમાચાર મળી રહ્યા છે. નવરાત્રીમાં સામાન્‍ય વરસાદ પડશે. 23 સપ્‍ટેમ્‍બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે જ્‍યારે 25 અને 26 સપ્‍ટેમ્‍બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્‍ય વરસાદ પડશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ખેલૈયાઓ માટે ફરી એકવાર માઠા સમાચાર મળી રહ્યા છે. પહેલા એવી માહિતી હતી કે નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘડ્યું છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. એટલે કે નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે. નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ રહેશે.

જોકે, રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી બાજુ કચ્છમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા જતા જતા કેટલાક વિસ્તારોમાં વરસાદ રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી.

(4:15 pm IST)