Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો :નવા 124 કેસ નોંધાયા:વધુ 170 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું :મૃત્યુઆંક 11.028 થયો :કુલ 12.61.833 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.70.607 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1049 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 124 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 170 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,61.833 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે,બનાસકાંઠામાં એક દર્દીનું મૃત્યુ થયું છે,કુલ મૃત્યુઆંક 11,028 છે,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.05 છે

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 1.70.607 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,62.55.887 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 1049 એક્ટિવ કેસ છે.જેમાંથી 3 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1046 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 124 કેસમાં સુરત કોર્પોરેશનમાં 31 કેસ,અમદાવાદ કોર્પોરેશનમાં 27 કેસ,મહેસાણામાં 11 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 7 કેસ,રાજકોટ કોર્પોરેશન અને વલસાડમાં 6-6 કેસ,ગાંધીનગર કોર્પોરેશન અને રાજકોટમાં 4-4 કેસ,બનાસકાંઠા અને કચ્છમાં 3-3 કેસ,ખેડા,મોરબી,પાટણ,સુરત અને વડોદરામાં 2-2 કેસ, આણંદ ,ભરૂચ, ગાંધીનગર,ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો છે

(8:02 pm IST)