Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

પહેલા નોરતાથી મુખ્યમંત્રીની આગેવાની હેઠળ રાજ્યની સાત મહાનગરપાલિકા અને તેત્રીસ જિલ્લાઓમાં રાજ્યવ્યાપી કાર્યક્રમ

26મીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના સવા લાખથી વધારે યુવાનોને રોજગાર નિમણૂંક પ્રમાણપત્રો /એપ્રેન્ટિસશીપ કરારપત્ર વિતરણ સમારોહનું આયોજન

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અગેવાની હેઠળ રાજ્યની સાત મહાનગર પાલીકા તેમજ તેત્રીસ જિલ્લાઓમાં તા.૨૬-૦૯-૨૦૨૨ના રોજ યોજાનાર રાજ્ય વ્યાપી કાર્યક્રમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત નિયામક, રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ 26/9/2022 ના રોજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના સવા લાખથી વધારે યુવાનોને રોજગાર નિમણૂંક પ્રમાણપત્રો /એપ્રેન્ટિસશીપ કરારપત્ર વિતરણ સમારોહનું આયોજન કરેલ છે

. રાજ્યના સવા લાખથી વધારે યુવાનોને 33 જિલ્લામાં અને 7 મહાનગરપાલિકા વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન કરી રોજગાર નિમણૂંક પ્રમાણપત્રો /એપ્રેન્ટિસશીપ કરારપત્ર વિતરણ કરવામાં આવનાર છે. ચાલુ વર્ષે રાજ્યમાં રોજગાર કચેરીઓના પ્રયત્નોથી અને જોબફેરના માધ્યમથી સવા લાખથી વધારે ઉમેદવારોએ રોજગારી મેળવેલ છે

 આ પ્રસંગે  મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો રોજગાર નિમણુકપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે. ઉપરાંત મહાનગરપાલિકાના વિસ્તારોમાં 7 કાર્યક્રમ અને જિલ્લા કક્ષાએ 33 કાર્યક્રમ એમ કુલ 40 કાર્યક્રમો અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર છે. રાજ્યકક્ષાના કાર્યક્રમનું અન્ય તમામ કાર્યક્રમમાં જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકાત્મક રૂપે માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે ઉમેદવારોને રોજગાર નિમણૂંક પ્રમાણપત્રો /એપ્રેન્ટિસશીપ કરારપત્ર એનાયત કરવામાં આવશે. સાથોસાથ અન્ય કાર્યક્રમમાં પણ હાજર મહાનુભાવોના વરદ હસ્તે ઉમેદવારોને રોજગાર નિમણૂંક પ્રમાણપત્રો /એપ્રેન્ટિસશીપ કરારપત્ર એનાયત કરવામાં આવનાર છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા ઓગસ્ટ-૨૦૨૨ માં પ્રસિદ્ધ થયેલ એમ્પ્લોયમેન્ટ એક્સ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-૨૦૨૧′ મુજબ રોજગારી ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. Ministry of statistics and programme implementation (MOSPI), ભારત સરકાર દ્વારા થતા Periodic Labour Force Survey માં બેરોજગારીના દર અંગેની ગણના થાય છે. જેનો અધ્યતન વાર્ષિક રિપોર્ટ

(8:58 pm IST)