Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

મોડાસાના બાયપાસ નજીક પોલીસ ક્વાટર્સને નિશાન બનાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો

મોડાસા: શહેરના બાયપાસ માર્ગે ડુઘરવાડા રોડ પર આવેલ પોલીસ કવાર્ટસમાં તસ્કરો ત્રાટકયા હતા.બંધ કવાર્ટસને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં ચોર ટોળકી સક્રિય બની છે.ત્યારે બે દિવસ પહેલા હિંમતનગર રોડ ઉપર આવેલા કાબોલા સ્ટેન્ડ જોડે ગુરૂકૃપા ક્રાફટ લી. કંપની માં ચડ્ડી બનીયાન ધારી ગેંગ ત્રાટકી હતી. અને ઓફિસમાં તોડફોડ કરી રૂપિયા ૬ લાખ ની મત્તાની ચોરી કરી ગેંગ ફરાર થઈ ગઈ હતી.ત્યારે મંગળવાર ની રાત્રે મોડાસા શહેર ના ડુઘરવાડા બાયપાસ રોડ ઉપર આવેલ પોલીસ કવાર્ટસમાં તસ્કરો ત્રાટકયા હતા.બી-૨,રૂમ નં.૧ના બંધ કવાર્ટસના દરવાજાનો નકુચો કાપી ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો.ઘરમાં રખાયેલ સરસામાનને રફેદફે કરી નાખ્યો હતો. જયારે જીઆરડી સભ્યોના ડ્રેસ, ટીશર્ટ, નાઈટી, બુટ, પટ્ટા, ટોપી, લાઠી સહિતના સભ્ય દીઠ રૂ.૨૪૦૦ લેખે ઉઘરાવેલા રોકડ રૂ.૧,૪૭,૬૦૦ પેટી તોડી ચોરી લીધા હતા.

(5:45 pm IST)