Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સૌરાષ્ટ્રની પ્રચલિત ભવાઇ-આખ્યાન લુપ્ત થવાને આરે

વારસો વિસરાયો... મનોરંજન માટે ઇન્ટરનેટ તરફ વળતા પ્રાચીન વારસો લુપ્ત થવાની દિશામાં

સુરત, તા.૨૨: સૌરાષ્ટ્રમાં ઐતિહાસિક પાત્રો સદીઓથી ભવાઇ અને આખ્યાન સાથે યોજાય છે. પરંતુ કોરોનાને કારણે શેરીગરબાને રાતે ૧ર વાગ્યા સુધી મંજૂરી મળતા આ વર્ષે સૌરાષ્ટ્રથી એક પણ મંડળ આવ્યું નથી. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં મનોરંજનના અનેક સાધનો વિકસીત થતા ઐતિહાસિક વારસો લુપ્ત થવાની કગાર પર છે.

સુરતના સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં સૌરાષ્ટ્રની ઐતિહાસિક ઓળખ ભવાઇ અને આખ્યાન લુપ્ત થવાની કગાર પર આવી ગયા છે. નવરાત્રીથી દિવાળી સુધી ભવાઇ અને આખ્યાન માટે સૌરાષ્ટ્રથી મંડળીઓ આવતી હતી. વરાછામાં લંબે હનુમાન રોડ પર કમલપાર્ક સોસાયટીમાં નવદુર્ગા બહુચરાજી મંડળ દ્વારા છેલ્લા ૪૫ વર્ષથી સૌરાષ્ટ્રની ઓળખ સમાન નાટકો ભજવવામાં આવતા હતા. જૂનાગઢના રાજા રાનવઘણના ઇતિહાસ પર આધારિત નાટક આખ્યાન કરવામાં આવતા હતા. રાનવઘણ જૂનાગઢનો રાજા હતો.સિંધના રાજા અને લૂંટારુ સુમરા રાનવઘજ્ઞની બહેન જાહલને અપહરણ કરીને સિંધ લઇ ગયો હતો. નવઘણેમા ખોડિયાર અને વરૂડી સમક્ષ પોતાની બહેનને છોડાવવાની પ્રતિશા લીધી હતી. રાનવઘણ અને સુમરા વચ્ચે યુદ્ઘ થાય છે. યુદ્ઘમાં નવઘણનો વિજય થાય છે. તે બહેન જાહલને કેદમાંથી છોડાવીને સૌરાષ્ટ્ર પાછી લાવે છે. ત્યારે સિંધમાં પૂજાતા પઠાપીર અને સિકોતરમા નવઘણની સાથે સૌરાષ્ટ્ર આવે છે. અત્યારે પાલિતાજ્ઞા જેસર રોડ પર આવેલા

ઓથાવાદ ગામમા ખોડીયાર સાથે સિંધની અને સિકોતેર અને પઠાપીર પૂંજાય છે. આમ આ ઐતિહાસિક નાટક પૂર્ણ થાય છે. નવદુર્ગા બહુચરાજી મંડળ દ્વારા ૪૫ વર્ષથી આવા અનેક નાટકો ભજવવામાં આવે છે. ભવાયાઓને નાટક ભજવવાની ખાસ ટ્રોર્નિંગ આપવામાં આવતી હતી. મંડળના સંચાલક તુલસી બલરે જણાવ્યું કે ભવાઇ અને આખ્યાનમાં પ્રેક્ષકો અને ફાળો ઘટી ગયો છે. આજની પેઢીને ભારતના ઇતિહાસનું જ્ઞાન નથી. એતિહાસિક ઘટનાઓની માહિતી આખ્યાન દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવતી હતી, પરંતુ કોરોના અને પ્રેક્ષકોની ઘટતી સંખ્યાને કારણે છેલ્લા બે વર્ષથી આખ્યાન અને ભવાઇ રમવા માટે સૌરાષ્ટ્રથી નાટક મંડળીઓ આવતી નથી.(૨૩.૯)

રાતે ૧૨ વાગ્યા સુધીની મંજૂરી મળતા મંડળો આવ્યા નહી!

નવરાત્રીમાં શેરીગરબાને રાતે ૧૨ વાગ્યા સુધી મંજુરી હતી જયારે  આખ્યાન અને ભવાઇનો અસલી રંગ મોડી રાતે જામે છે. પ્રેક્ષકો પણ રાતે અગિયાર વાગ્યા બાદ આવે છે. કારણ કે આ ઐતિહાસિક નાટકો ખુબ લાંબા હોય છે. કેટલીકવાર આખી રાત ચાલે છે. તંત્રના ડરને કારણે મંડળીઓ આવી નથી.

સૌરાષ્ટ્રના ઐતિહાસિક નાટકો

રાનવધણ, સીતા સ્વયંવર, રાજા હરીશચદ્ર તારામતી, જળપત્ર જાલંધર, કાળસેન સુટારો, પૃથ્વીરાજ ચૌહાણ, પાવાગઢની મહાકાળી ઇતિહાસ વગેરે ઐતિહાસિક ઘટના ઉપર આખ્યાન અને ભવાઇ દ્વારા લોકોને જ્ઞાન અને મનોરંજન પુરૂ પાડવામાં આવે છે.

આખ્યાન આવું હોય...આખી રાત ચાલે...

આખ્યાન ઐતિહાસીક સંતોના જીવન ચારિત્ર પર ભજવવામાં આવતુ હતું. તેમા ભજનની સાથે સંતોના જીવનનુ વણંન કરવામાં આવતુ હતું. સૌરાષ્ટ્રમાં રામાપીરનુ આખ્યાન ખુબ પ્રસિધ્ધ હતું. તેથી, મંડળીઓ સુરતમાં પણ રામાપીરનુ આખ્યાન ભજવવા આવતી હતી. રામદેવજી મહારાજના જન્મથી લઇને સમાધી સુધીનુ વર્ણન આખ્યાનમાં કરવામાં આવતુ હતું.

(10:48 am IST)