Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદ માટે દિગજ્જ નેતાનું નામ નક્કી: યુવા નેતાને બનાવશે કેમ્પેઈન કમિટીના ચેરમેન

રાહુલ ગાંધી અને પ્રભારીએ સિનિયર કોંગી નેતાઓ ખખડાવ્યા :હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિને લઈને રાહુલ ગાંધીને અવગત કર્યા

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આજે દિલ્હીમાં ધામ નાખ્યા હતાં. ત્યારે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી દિલ્હીથી ગુજરાત આવવા રવાના પણ થઇ ગયા છે. ગુજરાતના બંને યુવા નેતા બિહારની ફ્લાઈટમાં ગુજરાત આવવા રવાના પણ થઇ ગયા છે. રાહુલ ગાંધી સાથે આ યુવા નેતાઓ તેમજ સિનિયર નેતાઓએ આજે મિટિંગ કરી હતી

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલનું નામ લગભગ નક્કી છે. બે-ત્રણ દિવસમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલને પણ મોટી જવાબદારી અપાઇ શકે છે. તેને આગામી વિધાનસભા ચૂંટણીમાં કેમ્પેઈનનો મોરચો સંભાળવાની જવાબદારી અપાય તેવી શક્યતા છે એટલે કે હાર્દિક પટેલ કેમ્પેઈન કમિટીના ચેરમેન બનશે.

રાહુલ ગાંધી અને પ્રભારીએ સિનિયર કોંગી નેતાઓ ખખડાવ્યા હતાં. હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિને લઈને રાહુલ ગાંધીને અવગત કર્યા હતાં. હાર્દિક પટેલ બિહારમાં એક કાર્યક્રમમાં જવાના હોવાના કારણે બેઠકમાંથી ચાલ્યો ગયો હતો.

હાર્દિક પટલે પ્રમુખ પદ વિડ્રો કર્યું છે. દિલ્હી ખાતેની બેઠકમાં રાહુલ ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા મજબૂત છે.' ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્માએ સિનિયર નેતાઓની કામગીરીને લઈને આજે રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત પણ કરી હતી. જો કે, રાહુલ ગાંધી અને પ્રભારીએ સિનિયરોને કડકાઇથી ખખડાવી કાઢ્યા હતાં.

(12:18 pm IST)