Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સુરતના કતારગામમાં ડાયમંડ ફેકટરીના રત્નકલાકાર પાસે મોપેડ માંગી ગઠિયો મદદના બહાને રફુચક્કર થઇ જતા ગુનો દાખલ

સુરત: કતારગામની ડાયમંડ ફેક્ટરીના રત્નકલાકાર પાસે મોપેડ પર લીફટ માંગી ગોટાલાવાડી પહોંચ્યા બાદ હું થોડીવારમાં માવો લઇને આવું છું એમ કહી મોપેડ લઇ રફુચક્કર થઇ જનાર ભેજાબાજ વિરૂધ્ધ પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કતારગામ નંદુડોશીની વાડીમાં આવેલી ધરમ એક્સપોર્ટ ડાયમંડના પાર્કીંગમાં એક્સેસ મોપેડ પાર્ક કરી રત્ન કલાકાર વિશાલ કૃષ્ણા જોંધલે (ઉ.વ. 50 રહે. 209, આઝાદનગર, તડકેશ્વર સોસાયટી, ભટાર અને મૂળ. મોરવંડે, તા. ખેડ, જિ. રત્નાગીરી, મહારાષ્ટ્ર) મની ટ્રાન્સફર કરવા જઇ રહ્યો હતો. તે દરમિયાન એક યુવાન વિશાલ પાસે આવી કાકા હું આ બિલ્ડીંગમાં ત્રીજા માળે કામ કરૂ છું, તમે કયાં જાવ છો એવું પુછ્યું હતું. જેના પ્રત્યુત્તરમાં વિશાલે હું ગોટાલાવાડી જઇ રહ્યો છે એમ કહેતા યુવાને મારે પણ ગોટાલાવાડી કામ છે, મને લેતા જાવ એમ કહી તે પણ મોપેડ પર બેસી ગયો હતો. કતારગામ ટેનામેન્ટ નજીક સોહમ મોબાઇલ શોપ પાસે વિશાલે મોપેડ પાર્ક કરી ચાવી કાઢી રહ્યો હતો ત્યારે યુવાને હું થોડીવારમાં માવો લઇને આવું છું એમ કહી મોપેડ લઇ રફુચક્કર થઇ ગયો હતો. જેને પગલે વિશાલે કતારગામ પોલીસમાં ભેજાબાજ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

(6:08 pm IST)