Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વડોદરાના હરણી વારસિયા રિંગરોડ પર પ્રેમસંબંધની અદાવત રાખી યુવકની માતા પર હુમલો કરવામાં આવતા ગુનો દાખલ

 વડોદરા:હરણી વારસિયા રીંગરોડ પર પ્રેમસંબંધ બાબતે છ મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવત  રાખીને પ્રેમી યુવકની માતા  પર હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે મહિલાએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હરણી વારિસયા રીંગરોડ પર સવાદ ક્વાટર્સમાં રહેતા મીનાબેન કમલેશભાઇ રાજપૂત બંગલાઓમાં કામ કરે છે.તેમણે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા  પતિ કેટરિંગનો છૂટક ધંધો કરે છે.અમારા વિસ્તારમાં રહેતી યુવતી   અને મારા દીકરા આકાશ વચ્ચે છ મહિનાથી પ્રેમસંબંધ હતો.મારો દીકરો તેની સાથે વાતચીત કરતો  હતો.તેની જાણ યુવતીની માતાને થતા તેની માતા અને માસીના છોકરાએ અમારી સાથે ઝઘડો કર્યો હતો.પરંતુ,અમે એક જ મહોલ્લામાં રહેતા હોય પોલીસ ફરિયાદ કરી નહતી.આજે સવારે હું સંગમ દામોદર જ્વેલર્સના માલિકના ઘરે બંગલાનું કામ કરવા સવારે આઠ વાગ્યે ગઇ હતી.આખો દિવસ કામ કરીને સાંજે પોણા ચાર વાગ્યે હું મારા ઘરે પરત આવતી હતી.ત્યારે યુવતીના માસીનો છોકરો મને ગાળો બોલતો હતો.અને કહેવા લાગ્યો હતો કે,છ મહિના પહેલા અમારી સાથે કેમ ઝઘડો કર્યો હતો ? તેની અદાવત રાખીને તેણે મને માર માર્યો હતો.અને ધમકી આપી હતી કે,હું તમને બધાને અહીંયા રહેવા દઇશ નહી.અને તમને જાનથી મારી નાંખીશ.આરોપી તેના ઘરેથી વાંસનો બંબૂ લઇ આવ્યો હતો.અને મને બરડાના ભાગે માર્યુ હતું.મેં બૂમાબૂમ કરતા મારા પતિ તેમજ મારો દીકરો અને આજુબાજુના લોકો દોડી આવતા મને વધુ માર ખાતા બચાવી હતી.

 

(6:13 pm IST)