Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 1500 પથારીઓ ખાલી : વધુ 8 થી 10 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે રિવિઝિટ કરવાની કાર્યવાહી ચાલુ

શહેરીજનોને બિનજરૂરી ગભરાવવાની જરૂર નથી : કૃત્રિમ રીતે પથારીઓની અછત ઉભી કરવાની પ્રવુત્તિને સાંખી લેવાશે નહીં : અમદાવાદમાં કોરોના મહામારીની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

અમદાવાદ શહેરમાં કોરના મહામારીની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા માટેની બેઠક આજરોજ અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, આઈ.એ.એસ.ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, આઈ.એ.એસ., જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને કોરીનાની સારવાર માટે શહેરની કોવીડ હોસ્પિટલોમાં પથારીઓ અંગેની સમીક્ષા કરવામાં આવી. શહેરમાં હાલમાં કોરોનાના દર્દીઓ માટે સરકારીહોસ્પિટલોમાં અને ખાનગી હોસ્પિટલોમાં મળીને કુલ 1500 પયારીઓ ખાલી છે. જેથી,શહેરીજનોએ બિનજરૂરી ગભરાવવાની જરુર નથી,

પરંતુ, અમુક ખાનગી હોસ્પિટલો દર્દીઓને ફોન કરી કરીને જેમને જરૂર ના હોય, ઓક્સિજન લેવલ પણ ઓછું ના થયું હોય તેવા દર્દીઓને ખાલી પથારીઓ પર બોલાવીને પથારીઓ ભરવાની પ્રવૃત્તિ કરી રહેલ છે તે અનૈતિક અને ગેરકાયદેસર છે. આવી હોસ્પિટલોના નામોની અ.મ્યુ.કો.ને જાણ છે. આથી, તેઓને પ્રાથમિક રીતે સલાહ અને સૂચન કરવામાં આવે છે કે આવી પ્રેકટીસ તાત્કાલિક અટકાવી દેવામાં આવે. આવી પ્રવૃત્તિને કારણે શહેરમાં કૃતિમ રીતે હોસ્પિટલોમાં પથારીઓની અછત ઉભી થવાની શક્યતા રહેલ છે.

  આ બાબતે આજરોજ અમદાવાદ મેડીકલ એસોસીએશનના હોદ્દેદારોને પણ ધ્યાન દોરવા માં આવ્યું છે અને સૂચન કરવામાં આવ્યું છે કે તેઓ પણ આવી હોસ્પિટલોને સત્વરે તાકીદ કરે અને હલની પરિસ્થિતિમાં કોઈપણ સંજોગોમાં કૃતિમ રીત હોસ્પિટલોમાં પથારીઓની અછત ઉભી કરવાની અનૈતિક પ્રવૃતિને સાંખી લેવામાં આવશે નહીં અને કડક ઢથે પગલા લેવામાં આવશે તેવી જાણ કરવામાં આવી રહ્યું છે. તેમજ શહેરની વધુ 8 થી 10 ખાનગી હોસ્પિટલોને પણ કોવિક હોસ્પિટલો તરીકે રીવીઝીટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેથી વધુ પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

(1:37 pm IST)