Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

નર્મદા જિલ્લામાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું

રાજપીપળા ભાટવાડા વિસ્તારમાં 02 કોરોના પોજેટિવ કેસ નિકળતા આરોગ્ય વિભાગ દોડતું થયું: પિતા પુત્ર સિક્કિમ ફરવા ગયા હોય ત્યાંથી વાયરસ લાગ્યો હોવાનું તારણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ આજે રાજપીપળા શહેરના ભાટવાડા વિસ્તારમાં કોરોના ના બે પોજેટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો કશ્યપના જણાવ્યા મુજબ આજે રાજપીપળા ના ભાટવાડા માં બે કોરોના ના પોજેટિવ કેસ જોવા મળ્યા છે જેમાં પિતા પુત્ર છે અને આ બંને સિક્કિમ બાજુ ફરવા ગયા હતા ત્યાંથી કોરોના ના લક્ષણ લાગ્યા હોવાનું જણાઈ રહ્યું છે.ત્યારે લાંબા સમય બાદ અચાનક કોરોનાએ ખાતું ખોલતા સ્થાનિકોમાં કોરોના બાબતે ભય જોવા મળ્યો હતો માટે આ બાબતે સૌએ સાવચેતી રાખવી જરૂરી છે.

(10:30 pm IST)