Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ધો. ૧ થી પ ના વર્ગો શરૂ કરવાના શિક્ષણમંત્રી વાઘાણીના નિર્ણયને આવકારતું સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ

બાળકોના હિતમાં તુરંત અને યોગ્ય નિર્ણય બદલ શિક્ષણમંત્રીને અભિનંદન પાઠવતા ભરત ગાજીપરા

રાજકોટ, તા. રરઃ ગુજરાત રાજયના શિક્ષણમંત્રી  જીતુભાઇ વાઘાણી દ્વારા ધોરણ ૧ થી પ ના પ્રત્યક્ષ  શિક્ષણ કાર્યને મંજૂરી આપવાની જાહેરાતથી સમગ્ર શિક્ષણ જગત, વાલીઓ, વિધાર્થીઓ, શિક્ષકો અને  સંચાલકો આ નિર્ણયને આવકારી, શિક્ષણમંત્રી  પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી છે. લગભગ બે  વર્ષના સમય ગાળા પછી, ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવા જઈ રહ્યું છે, જે  તેમના શૈક્ષણિક વર્ષ અને અભ્યાસ માટે અત્યંત જરૂરી હતા   

આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાની એક યાદીમાં જણાવે છે કે, નાના ભુલકાઓના શિક્ષણ અને સર્વે હિતને ધ્યાનમાં રાખીને  ગુજરાત રાજ્યના શિક્ષણ તજજ્ઞો, મંડળ પ્રતિનિધિઓ અને શિક્ષણ અધિકારીઓની રિવ્યુ કમિટી દ્વારા  છેલ્લા દોઢ વર્ષથી બંધ થયેલા ધોરણ એક થી પાંચના વર્ગો ત્વરીત શરું કરવાના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના નિર્ણયને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા આવકારવામાં  આવ્યો છે.   

આ અંગે વધુ જણાવતા   ભરતભાઇ ગાજીપરાએ કહ્યુંં હતું કે ગુજરાત સરકાર,  શિક્ષણમંત્રી  અને શિક્ષણ અધિકારીઓની રિવ્યુ કમિટીમાં   એન.સી. સ્વામી દ્વારા વ્રજભૂમિથી શિક્ષણ મંત્રી  સાથે મહામંડળ વતી સંકલનમાં રહ્યા હતા. તેમજ સરકાર સાથેની મહામંડળ કમિટીમા સ્વામીજી,  જતીનભાઈ ભરાડ, રાજા પાઠક અને  તેજલબેન સામેલ થયા હતા. આ રિવ્યુ કમિટીએ દોઢ વર્ષથી  બંધ રહેલ શાળાના ધોરણ ૧ થી ૫ ના વર્ગો શરૂ કરવા અને આ પરિસ્થિતિમાં બગડેલા શિક્ષણ અને  બાળકોની મનોદશા નિવારણ અંગે તેમજ દરેક વિષયમાં અભ્યાસક્રમમાં શું ફેરફાર કરી શકાય તે અંગે  અભિપ્રાય લઈને બાળકોના હિંતમાં ઉચિત અને ત્વરિત નિર્ણય કર્યો તે માટે ગુજરાત રાજ્ય સ્વનિંર્ભર  શાળા સંચાલક મહામંડળ તમામ સદસ્યો, શિક્ષણમંત્રી  અને સરકારનો  આભાર માને  છે અને આ કપરી પરિસ્થિતિમાં બાળકો વાલીઓ અને શિક્ષણના હિંતમાં નિર્ણય માટે અભિનંદન તથા  અભિવાદન કરે છે.    

આ નિર્ણયને આવકારતા ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ   ભરતભાઈ  ગાજીપરા, ઉપપ્રમુખ  જતીનભાઈ ભરાડ, મહામંત્રી  રાજેશભાઈ નાકરાણી, પ્રવકતા   દિપકભાઇ  રાજયગુરુ,   મનહરભાઇ રાઠોડ, એફ.આરસી કમિટીના સભ્ય   અજયભાઈ પટેલ, રાજકોટ  સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ  ડી.વી. મહેતા, ઉપપ્રમુખ  અવધેશભાઈ કાનગડ,  ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરિયા, મહામંત્રી   પરિમલભાઈ પરડવા, મહામંત્રી   પુષ્કરભાઈ રાવલ,  સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર   જયદીપભાઇ જલુ અને   મેહુલભાઈ પરડવા,તેમજ સ્વનિર્ભર શાળા  સંચાલક મંડળના દરેક ઝોનના પ્રમુખ, ઉપપ્રમુખ  અને કારોબારી સમિંતિના તમામ સભ્યો દ્વારા  શિક્ષણ મંત્રી   જીતુભાઇ વાઘાણી, રાજય કક્ષાના મંત્રી   કિર્તીસિંહ વાઘેલા, શિક્ષણ સચિવ  અને  સમગ્ર શિક્ષણ વિભાગનો આભાર વ્યકત કરેલ છે.

(2:36 pm IST)