Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

કપડવંજમાં દનાદરામાં બાયોડીઝલનું ભેળસેળયુક્ત વેચાણ કરનાર પંપના માલિક વિરુદ્ધ ગુનો દાખલ

કપડવંજ: શહેરમાં નાના રત્નાકર રોડ પર આવેલ શરણમ સોસાયટીમાં રહેતાં સુરેશભાઈ બાબુભાઈ પટેલનો કપડવંજ તાલુકાના દનાદરા તાબે ગોટડીલાટ સીમમાં વેદાંશી ટ્રેડસ નામનો પેટ્રોલપંપ આવેલ છે. આ પેટ્રોલપંપની જગ્યામાં જ તેઓએ થોડા સમય અગાઉ હિન્દુસ્તાન બાયોડિઝલ પંપ શરૂ કરી તેનું વેચાણ કરતાં હતાં. દરમિયાન ગત તા.૨૮-૯-૨૦ના રોજ તત્કાલિન કપડવંજ મામલતદાર કે. એન. પરમાર અને તેમની ટીમ દ્વારા આ બાયોડિઝલ પંપની આકસ્મિત તપાસ હાથ ધરવામાં આવી હતી. અને બાયોડિઝલના નમુના લઈ તેની તપાસ અને પૃથક્કરણ માટે ખેડા જિલ્લા પુરવઠા અધિકારી મારફતે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યાં હતાં. જે નમુનાની સાયન્ટિફીક ચકાસણી કરતાં તે ભેળસેળયુક્ત હોવાનું માલુમ પડ્યું હતું.

જેથી બાયો ડિઝલ પંપના માલિક સુરેશભાઈ બાબુભાઈ પટેલ, કિરીટભાઈ બાબુભાઈ પટેલ અને બાબુભાઈ પાંચાણભાઈ પટેલ દ્વારા ભેળસેળયુક્ત બાયો ડિઝલનું વેચાણ કરવામાં આવતું હોઈ આ બાબતે કપડવંજ મામલતદાર જે. એન. પટેલ દ્વારા કપડવંજ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(5:23 pm IST)
  • ધો.૯ અને ૧૧ના વર્ગો શરૂ થઈ શકે છે : ભુપેન્દ્રસિંહજીએ આપ્યા સંકેત : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં ધો.૯ અને ૧૧ના વર્ગો પણ શરૂ થઈ શકે છે : હાલ ધો. ૧૦ અને ૧૨ની શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ છે અને શાળાઓ હાલ નોર્મલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે : આ અંગે ૨૭મીએ ચર્ચા - વિચારણા કરવામાં આવશે access_time 12:17 pm IST

  • યુવાઓને વધુને વધુ ટિકીટ આપવામાં આવશે : સી.આર. પાટીલ : ભાજપમાં યુવાઓને વધુ ટીકીટ અપાશે તેવા સંકેત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપ્યો છે : ૫૫થી વધુ ઉંમરના લોકો ટીકીટ ન માંગે તેમ જણાવી ટીકીટ માટે તૈયારીઓ કરી રહેલા સીનીયર કાર્યકર્તાઓને સંકેત આપ્યો હતો access_time 12:52 pm IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST