Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું

વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતીની શરૂઆત કરાઈ: વલસાડ કોલેજ કેમ્પસથી બાઈક રેલીનું આયોજન કરાયું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : 4 જાન્યુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ વલસાડ કોલેજ કેમ્પસથી વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા બાઇક રેલી ને લીલીઝંડી અપાઈ હતી.ટ્રાફિક અંગેની લોકજાગૃતિ માટે આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ પી.આઇ. વી બી મોરી. વલસાડ જિલ્લા ટ્રાફીક પી.એસ.આઇ.  સી . એલ.દેસાઇ ટ્રાફિકના જવાનો  વલસાડ નગર પાલિકાના અધિકારીઓ,વલસાડ આરટીઓ ના અધિકારીઓ રોટરી ક્લબના મેમ્બરો  તેમજ વલસાડ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશનના  ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો સાથે રહી સુંદર બાઈક રેલી નું આયોજન કરી લોકોને  ટ્રાફિક અંગે જાગૃત કર્યા હતા

(7:39 pm IST)
  • ધો.૯ અને ૧૧ના વર્ગો શરૂ થઈ શકે છે : ભુપેન્દ્રસિંહજીએ આપ્યા સંકેત : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં ધો.૯ અને ૧૧ના વર્ગો પણ શરૂ થઈ શકે છે : હાલ ધો. ૧૦ અને ૧૨ની શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ છે અને શાળાઓ હાલ નોર્મલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે : આ અંગે ૨૭મીએ ચર્ચા - વિચારણા કરવામાં આવશે access_time 12:17 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ધુમ્મસભર્યા માહોલ વચ્ચે ઠંડીનો જોરદાર ધ્રુજારો : વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરથી ઉત્તર પ્રદેશમાં ફરી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. લખનઉ સહિત અનેક જિલ્લાઓમાં ધુમ્મસભર્યુ વાતાવરણ રહેલ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ઠંડીમાંથી રાહત મળવાની નથી. ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુઠવાઈ રહ્યા છે. દરમિયાન પહાડી પ્રદેશોમાં બરફવર્ષાના પગલે યુ.પી.ના અનેક જિલ્લાઓમાં ઠંડીનું મોજુ ફરી વળશે access_time 2:29 pm IST

  • કોરોના કેસોમાં, દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર સતત ટોચ ઉપર : છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૭ હજાર આસપાસ અને મહારાષ્ટ્રમાં ૩૦૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા : આસામમાં સૌથી ઓછા ૧૭, હિમાચલમાં ૪૧, ગોવામાં ૭૦, ઝારખંડ ૭૫, જમ્મુ અને કાશ્મીર ૮૮, ઉત્તરાખંડ ૧૧૦ કેસ નોંધાયા છે : ૪૫૧ નવા કેસ સાથે દેશભરમાં ગુજરાત છઠ્ઠા નંબરે access_time 11:33 am IST