Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

તમાકુ પર પરોક્ષ પ્રતિબંધ અંગે ખેડૂતોમાં ભારે રોષ

તમાકુના વેપારીઓને આવેલા ઈ-મેઈલથી ફફડાટ : તમાકુ ઉત્પાદનને ગાંજાની શ્રેણીમાં મુકાય તો ચરોતરના ખેડૂતો કંગાળ થશે, ધારાસભ્ય સમક્ષ ખેડૂતોની રજૂઆત

આણંદ, તા.૨૩ : ચરોતરના મુખ્ય પાક એવા તમાકુ પર સરકાર દ્વારા પરોક્ષ રીતે પ્રતિબંધ ફરમાવવામાં આવે તે રીતના કાયદાઓ ઘડવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચાને લઇને તમાકુની ખરીદી કરતા વેપારીઓ તેમજ તમાકુના ખરીના માલિકો દ્વારા ધારાસભ્ય કાંતિભાઇ પરમારને રજૂઆત કરી હતી. તેમજ વેપારીઓને જે -મેલ આવ્યા છે. તે બાબતે ચર્ચા કરી હતી. જેમાં તમામ બાબતો અંગેના જે નિયંત્રણો લાદવાનું સરકાર વિચારી રહી છે. તે ચરોતરના મુખ્ય ખેતીના પાક તેમજ તેની સાથે સંકળાયેલા લાખ્ખોની રોજગારી છીનવી લેશે તેવી દહેશત પણ પ્રવર્તી રહી છે. બાબતે ધારાસભ્યએ પણ જરૂર પડે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

સેવાલીયાની મુલાકાતે ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર આવ્યા હતા. તેઓને જોતા તમાકુ ખરીદી કરતા વેપારીઓ તેમજ તમાકુ ખરીદીના અમુક માલિકો દ્વારા સરકાર દ્વારા તમાકુ ઉત્પાદનને ગાંજાની શ્રેણીમાં મુકવામાં આવી રહી હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. સાથે જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં મળેલા મેઈલો ઉપર તમાકુને ગાંજાની શ્રેણીમાં મુકાશે તો ચરોતરમાં તમાકુ પકવતા ખેડૂતોને પોતાના પાક માટેનું પણ લાયસન્સ મેળવવું પડશે. સાથે નાના મોટા ગલ્લા તેમજ વેપારીઓને રોજેરોજ ખરીદ વેચાણના આંકડાઓનું પત્રક નિભાવવું પડશે. આમ થશે તો તમાકુ ઉધોગને મોટી અસરો પહોંચી શકે છે સાથે જરૂરી માલ ખેડૂતો પાસેથી ખરીદવાની નોબત આવી શકે છે. અને એમાં પણ સરકારી નિયમો જાળવવાના ભાગરૂપે તમાકુ ઉદ્યોગોને મોટી નુકસાની થઈ શકે છે તમાકુ ઉત્પાદનથી પ્રોડક્ટ સુધી લાખો લોકોને રોજી મળતી રહે છે જે છીનવાઈ જવાનો ભય ઉભો થયો છે. જેવી રજૂઆતો કરવામાં આવી હતી. ધારાસભ્ય કાંતિભાઈ પરમારે તમાકુ ઉદ્યોગકારો તેમજ ઉત્પાદન કરતા ખેડૂતોની વ્હારે ખડે પગે ઉભા રહેશે. તેમજ  વિધાનસભામાં તમાકુ ઉપર ઠોકવામાં આવતા કાયદા વિશે રજુઆત કરવાનું જરૂર પડ્યે ખેડૂતો અને ઉદ્યોગકારોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું આશ્વાશન પણ ખેડૂતોને આપ્યું હતુ. મહત્વનું છે કે, ચરોતરનો મુખ્ય પાક તમાકુ છે. જેની સાથે સંકળાયેલા નવા કાયદા અંગે ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી. નડિયાદમાં આવેલી છોટાભાઇ જેઠાભાઇ પટેલ ટોબેકો પ્રોડક્ટસ કુાં. લી. દ્વારા બધીજ બ્રાન્ચોને એક પત્ર -મેલ દ્વારા મોકલવામાં આવ્યો છે. જેની સાથે  હિન્દી પેપરનું કટીંગ મોકલેલ છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કેસરકાર બીડી ઉદ્યોગ ઉપર સખત નિયંત્રણો લાવી રહી છે. તેનો અમલ ફેબ્રુઆરી ૨૦૨૧થી શરૂ કરવાનો છે. કાયદામાં સુધારામાં બીડીના બંડલ ઉપર બ્રાન્ડ અથવા લેબલનું ચિત્ર છાપી શકાશે નહી, દુકાનદારો બપીડીના બંડલોનું ગ્રાહકોને આકર્ષવા પ્રદર્શન કરી શકશે નહી, બીડીના દરેક બંડલ ૨૫ બીડીના હોવા જોઇએ તેની ઉપર તેની વેચાણ કિંમત તથા તારીખ હોવી જરૂરી છે. બીડી સીગરેટ વેચનાર તમામ નાના મોટા દુકાનદારોએ તેનું અલગથી લાયસન્સ લેવુ જરૂરી છે. કોઇપણ વ્યક્તિ તેના ઘરની બહાર જાહેર સ્થળોએ  ધુમ્રપાન કરી શકશે નહીં. બીડીને ગાંજીની શ્રેણીમાં મૂકી તેના નિયમ તોડનારને સાત વર્ષની સજા થઇ શકે છે. કાયદાનો વિરોધ કરવો ખુબ જરૂરી છે. તે બાબતની જાણ કરતો વળતો જવા આપવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

નવા કાયદાના અમલીકરણથી બીડી ઇન્ડસ્ટ્રીઝને ઘણુ નુકશાન થશે અને તેના પાલનમાં પણ ઘણીજ તકલીફ થાય તેમ છે. બીડી ઇન્ડસ્ટ્રીઝ એસોશીએશન તરફથી દરેક બીડી ઉત્પાદકોએ રીતે તેમના વેપારીઓથી પત્ર મોકલી આપવાની ઝુંબેશ કરી છે.

(8:14 pm IST)
  • દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોના વાયરસ અતિ ભયાનકઃ એન્ટીબોડીને તોડીને ફરીથી કરે છે સંક્રમિતઃ બ્રિટનમાંથી આવેલા નવા કોરોના વાયરસ કરતા પણ વધુ ગંભીર access_time 3:39 pm IST

  • સુરેન્દ્રનગરમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણઃ મુળી તાલુકામાં કોંગ્રેસનું જનજાગૃતિ અભિયાન, ઉમરડા ગામના સરપંચ સહિત ૧૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું access_time 12:53 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST