Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

તિલકવાડાનાં ગોધમ ગામથી માતા પુત્રી ક્યાંક જતા રહેતા પોલીસે તપાસ હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગોધામ ગામની મહિલા તેની પુત્રીને લઈ ક્યાંક જતી રહેતા પોલીસે શોધખોળ આદરી છે

  મળતી માહિતી અનુસાર વર્ષાબેન ગુડાભાઇ ભીલ (ઉ.વ.૨૮) તથાં તેમની દીકરી સોનમબેન ગુડાભાઇ ભીલ (ઉ.વ.૮) ( બંન્ને હાલ રહે.ગોધામ તા.તિલકવાડા જી.નર્મદા મુળ રહે.કંડેવાર તા.સંખેડા જી.છોટાઉદેપુર )નાઓ પોતાના ઘરેથી બોડેલી ખાતે કપડા સીવડાવવા જવાનું કહીને પોતાની છોકરી સોનમબેન (ઉ.વ.આ.૮) ને લઇને ક્યાક જતી રહેલ હોય પરત નહિ આવતા પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(10:23 pm IST)