Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

ભારતના રાષ્ટ્રપતિ શ્રીરામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ અને ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ ગોવિંદ અને તેઓના ધર્મપત્ની શ્રીમતિ સવિતા કોવિંદનું સ્વાગત સત્કાર રાજયના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, રાજય પોલીસ વડા શ્રી આશિષ ભાટીયા, અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર શ્રીસંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહીને કર્યુ હતા.

(2:52 pm IST)