Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ગુજરાત ભાજપનો ગઢ છે એ ફરી વખત સાબિત થયુઃ વિજયભાઇ રૂપાણી

મહાનગરપાલિકામાં ભાજપનો જય જયકારને વધાવતા મુખ્યમંત્રીઃ ટવીટ કરીને જનતા અને કાર્યકરોને આભાર

રાજકોટ, તા.૨૩: ગુજરાતની ૬ નગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય સફળતા પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને જનતાનો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો.

માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી @AmitShah ના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે.

૬ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે. માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi એ શરૂ કરેલ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે.

વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.

સમગ્ર ૬ મહાનગરોના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં ૬ મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં.

(3:06 pm IST)