Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજપીપળાના મોતી મહેલ ગેસ્ટ હાઉસના મેનેજર વિરુદ્ધ જાહેરનામાંનો અમલ ન કરતા ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાના લીમડા ચોક સડક ફળીયા વિસ્તારમાં આવેલા મોતી મહેલ ગેસ્ટ હાઉસના મેમેજર આસીફ ઈકબાલભાઇ ખત્રીએ રીસેપ્શન કાઉન્ટર ઉપર કનેક્ટીવીટીવાળા કોમ્યુટરમાં નર્મદા જીલ્લા,પોલીસ તરફથી વેબ ડિઝાઈન કરેલ પથિક સોફ્ટવેર ઈન્સ્ટોલ નહી કરી જાહેરનામા નો ભંગ કરી ગુનો કરતા તેના વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:16 pm IST)
  • રાજકોટના વોર્ડ નં.૯માં ભાજપની પેનલનો ભવ્ય વિજય : અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩ હજારની લીડથી જીત : રાજકોટ વોર્ડ નં.૨માં બીજા રાઉન્ડમાં પણ ભાજપની પેનલ આગળ access_time 1:50 pm IST

  • સુરતમાં પાટીલના ગઢમાં ‘આપ' પક્ષે ગાબડુ પાડયુ : ૨૫ બેઠકો મેળવી : ભાજપને ફાળે ૭૨ બેઠકોઃ કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફાઃ ૨૪ બેઠકો ઉપર ગણતરી ચાલુ : બપોરે ૪ વાગ્‍યે આ લખાય છે ત્‍યારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૬ બેઠકો જાહેર થઈ છે અથવા તો ટ્રેન્‍ડ જાહેર થયા છે : જેમાંથી અરવિંદ કેજરીવાલનો નવોદીત આપ પક્ષ ૨૫ બેઠકો લઈ જાય છે : ભાજપને હજુ સુધી ૭૨ બેઠકો સાથે સાદી બહુમતી મળી રહી છે, જયારે કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફા છે અને એક પણ બેઠક મળી નથીઃ કોંગ્રેસની તમામ બેઠકો ‘આપ' ખૂંચવી ગયેલ છે આપની બેઠકો હજુ પણ વધે તેવી શકયતા છેઃ કુલ ૨૪ બેઠકની મતગણતરી હવે થઈ રહી છે access_time 4:24 pm IST

  • પોપ્યુલર એપ્પનાં 300 કરોડ યુઝર્સના પાસવર્ડ થયા લીક : Gmail, Netflix અને Linkedin પર એકાઉન્ટ રાખતા યુઝર્સને મોટો ઝટકો :લીક થયેલા ડેટામાં યુઝર્સની આઈડી અને પાસવર્ડ જેવી જાણકારી સામેલ :હેવાલ મુજબ 1અંદાજે 500 કરોડ એકાઉન્ટને ટાર્ગેટ કરાયા હતા જેમાંથી 300 કરોડ યુઝર્સના આઈડી અને પાસવર્ડ હૈક કરાયા access_time 11:15 pm IST