Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ડાંગ પંથકમાં જૈવિક ખેતીથી ઉગાડેલ મધ, મસાલા, અનાજ, કઠોળ, પાપડ વગેરે રાજકોટમાં ઉપલબ્‍ધ

ગરીબ આદિવાસી પરિવારોને રોજગારી અને લોકોને ગુણવત્તાવાળી વસ્‍તુઓનો લાભ

રાજકોટ,તા.૨૩: ડાંગ જીલ્લાના આદિવાસી ખેડૂતો દ્વારા પરંપરાગત પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. આ ખેતરોમાં દરેક વર્ષે કુદરતી રીતે ઠાલવતા હોય છે. આવા ખેતરોમાં થતાં અનાજ, ફળફળાદી, તેજાનાઓ તેમજ ઔષધીય વનસ્‍પતિઓમાં ખનિજ તત્‍વોનું પ્રમાણ સવિશેષ હોય છે.

રાજયના એકમાત્ર ઓર્ગેનિક જીલ્લા ડાંગના પહાડી વિસ્‍તારોમાં ઉત્‍પન્ન થતાં વિવિધ પ્રકારના પાકો, એ પાકોનું એકત્રીકરણ કરી ડાંગના વિસ્‍તારોમાં વેચાણ કરનારા બહેનોના સખી મંડળો, સહકારી આયુર્વેદિક મંડળી તેમજ ડાંગના આદિવાસી ખેડૂતો પાસેથી સીધું રાજકોટ શહેરમાં લાવી વેચાણ કરવામાં આવી છે. સ્‍થળઃ શ્રીનાથ ઓર્ગેનિકસ, ૨૮ સોજીત્રાનગર શોપીંગ સેન્‍ટર, ન્‍યુ એરા સ્‍કુલની બાજુમાં, રૈયા રોડ પાસે, ગોલ્‍ડન સુપર માર્કેટ સામે રાજકોટ

સંપૂર્ણ ઓર્ગેનિક વસ્‍તુઓ

ઔષધો : જંગલોમાં સ્‍યયંભૂ ઉગતી ઔષધીય વનસ્‍પતિઓને, આ વિસ્‍તારના આદિવાસીબંધુઓ ડાંગમાં જ આવેલી આયુર્વેદિક દવાઓ બનાવતી સહકારી મંડળીમાં આપે છે. આ મંડળીમાં પ્રાચિન આયુર્વેદિક પધ્‍ધતિ અનુસાર વિવિધ ઔષધિઓ (છાણા, લાકડાની અગ્નિ બળતણ) બનાવવામાં આવે છે. આ આયુર્વેદિક ઔષધિ મંડળી પાસેથી આયુષ મંત્રાલય દ્વારા કોરોનાકાળ સમય દરમિયાન, ગોળીઓ તેમજ કાઢાના પાવડર ખરીદી લોકોને વિતરણ કરવામાં આવ્‍યું હતું.

મધ : ગુજરાત આ વિસ્‍તારોમાં મધમાખીઓ સહિત મધમાખીની પેટીઓ રાખી, તે વિસ્‍તારોમાં થતી વનસ્‍પતિઓનુ મધ, મધમાખીઓ દ્વારા એકત્રિત કરવામાં આવે છે. જેથી આપણને અલગ અલગ સ્‍વાદનુ સંપૂર્ણ કુદરતી મધ મળે છે. આદિવાસી વિસ્‍તારના મધમાખી ઉછેર કેન્‍દ્રથી મંગાવી આપણે આપણા રાજકોટ શહેરમાં વેચાણ કરવામાં આવે છે.

અનાજ, મસાલા, તેજાનાઓ, સ્‍ટિવિઆ તેમજ આદિવાસીઓની પરંપરાગત ઔષધીઓ : ડાંગ જીલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વસતા લોકો જંગલોમાંથી ઔષધીય વનસ્‍પતિઓ લાવે તેમજ પોતાના ખેતરોમાં હળદર, મરી, મરચાં, આદુ, નાગલી, વરી, વિવિધ પ્રકારના ચોખા, સ્‍ટિવિઆ ( સુગરફ્રી ટેબ્‍લેટ્‍સ જેમાંથી બને એ છોડ ) ઉત્‍પાદિત કરી ડાંગ જીલ્લામાં આવેલ સેન્‍ટરોને આપે, જયાં બહેનોના સ્‍વસહાય જૂથ દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થો બને છે. આ સેન્‍ટર પાસે આ સંપૂર્ણ ઓર્ગેનિક વસ્‍તુઓ ઉપલબ્‍ધ છે. વધુ માહિતી માટે રાજેષ કારીયા (મો. ૯૪૨૬૨ ૦૪૫૬૦) ઉપર સંપર્ક સાધવો.

વાસદા તાલુકાના સીતાપૂર ગામમાં ‘રામકૃષ્‍ણ સંવેદના ટ્રસ્‍ટ' દ્વારા ગરીબ આદિવાસી બહેનોને સ્‍વરોજગાર મળી રહે એવાં હેતુથી, હાથવણાટના પાપડ બનાવવામાં આવે છે. વિવિધ પ્રકારના સ્‍વાદવાળા આ પાપડો પણ અહીં મળે છે.

(10:33 am IST)