Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

વડોદરાના સ્‍વયંભુ ભય ભંજનદેવ હનુમાનજી મંદિરનો રજતજયંતિ મહોત્‍સવઃ ભાગવત કથા

ભાવનગર તા. ર૩ :.. વડોદરા ગોપીમાં માનવ માત્રની સેવાકીય પ્રવૃતિઓથી મધમધતા લબ્‍ધ પ્રતિષ્‍ઠીત સ્‍વયંભુ ભય ભંજનદેવ હનુમાનજી મંદિરને રપ વર્ષ પુર્ણ થતા આંતર રાષ્‍ટ્રીય રજત જયંતિ મહોત્‍સવ પૂર્ણ દીવ્‍યતાસભર ઉજવાશે.

ચીખલી (વલસાડ)ના શાષાી ઘનશ્‍યામ પ્રસાદદાસજી અને વીરપુર (રાજકોટ)ના ભગવદ ગુર્ણોના વીરલ ધારક શાષાી વિશ્વ વીહારીદાસએ જણાવ્‍યું કે તા. ૩૦ માર્ચથી તા. ૬ એપ્રિલ સુધી સતા શ્રી સ્‍વામીના શ્રીમુખે શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન થયેલ છે. કથાનો સમય બપોરના ૩-૩૦ થી ૬-૩૦ રાત્રે ૮-૩૦ થી ૧૧ સુધી છે.

રજત જયંતી મહોત્‍સવ અંતર્ગત મારૂતી યજ્ઞ, અન્નકુટ, રાજોપચાર પૂજન, જરૂરીયાત પરીવારોને સાડી, વસ્‍ત્રદાન, પચાસ જરૂરીયાત મંદોને ટ્રાયસીકલ, વિતરણ સહિત વિધ-વિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. તા. ૩૦-૩- ગુરૂવાર સાંજે પ કલાક પોથીયાત્રા યશ કોમ્‍પલેક્ષથી નીકળી કથા સ્‍થળ ગાયત્રીનગર ગોપી વડોદરા પહોંચશે. દિપ પ્રાગટય ઉપસ્‍થિત સંતોના શુભ હસ્‍તે થશે. પૂ. કોઠારી શાષાી સ્‍વામી હરિકૃષ્‍ણદાસજી મહોત્‍સવના અધ્‍યક્ષ સ્‍થાને બીરાજશે. તા. ર એપ્રિલ સાંજે પ-૩૦ કલાકે પૂ. આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજનું આગમન થશે.

ધર્મ મહોત્‍સવને આખરી ઓપ અપાઇ રહેલ છે, પાંચ હજારથી વધુ સ્‍વયંસેવકો ખડે પગે સેવા આપશે. મહોત્‍સવમાં આવનાર પ્રત્‍યેકને તણખલાભર પણ તકલીફ ન પડે એવી ચોકસાઇ રાખવામાં આવશે. સર્વો માટે બન્‍ને સમય મહાપ્રસાદ તેમજ રહેવાની અદ્‌્‌ભુત વ્‍યવસ્‍થા છે.

તા. ૪ થી ૭ એપ્રિલ મારૂતી યજ્ઞ યોજાશે. મહોત્‍સવનું કલાત્‍મક પ્રવેશ દ્વાર આકર્ષણનું કેન્‍દ્ર બનશે. રાજયનું પ્રધાન મંડળ હાજરી આપશે. આ લખાય છે, ત્‍યારે ભય ભંજનદેવ હનુમાનજી મંદિરને ઇલેકટ્રીક સીરીઝો ધજા પતાકાથી સુશોભત કરાયુ છે. કથા સ્‍થળે ઠેરઠેર છાશ-સરબત-દુધ-કોફીના કાઉન્‍ટર ઉભા કરાયા છે.

સદ્‌્‌ધર્મ વૃધ્‍ધિ અને ધર્મ સંસ્‍કારના પોષણ સંવર્ધન તેમજ દ્રઢીકરણ અર્થે યોજાનાર સ્‍વયંભુ ભય ભંજનદેવ હનુમાનજી મંદિર  આંતરરાષ્‍ટ્રીય રજત જયંતી મહોત્‍સવ પ્રસંગે જુનાગઢ, મુળી, ગઢપુર વડતાલ અમદાવાદ તેમજ સારસાના અવિચલદાસ અત્રેના પૂ. પાર્ચો શ્રી ૧૦૮, શ્રી દ્વારકેશલાલ  મહોદય. સાયલા (ભગત)ના મહામંડલેશ્વર દુર્ગાદાસબાપુ, વૈષ્‍ણવાચાર્ય પંકજકુમાર ગોસ્‍વામી, ખેમદાસજી મહારાજ, ભરતદાસજી મહારાજ, ઉપસ્‍થિત રહેશે. દેશ-વિદેશમાંથી મહોત્‍સવમાં આવનાર ભકતજનો એ મો. ૯૯૭૮૯ ૧ર૭૪૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:02 pm IST)