Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

સિરીયલ ‘વાગલે કી દુનિયા...'ના કલાકારો એક પરિવાર જેવાઃ પરિવા પ્રણતિ

(કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબ પર વાગલે કી દુનિયા નઈ પીઢી વંદના વાગલેની ભૂમિકા ભજવતી પરિવા પ્રણતીએ સેટ્‍સ પર બર્થડે ઊજવ્‍યો. દરેકને કેક લાવીને સરપ્રાઈઝ આપતો સુમીત રાઘવને (રાજેશ વાગલે) આ વખતે પણ તેનું વચન પાલન કર્યું અને વાગલે પરિવારના બધા સભ્‍યો એકત્ર ઉજવણી કરવા માટે આવ્‍યા.

સેટ પર બર્થડેની ઉજવણી વિશે બોલતાં પરિવા પ્રણતી કહે છે, ‘વાગલે કી દુનિયાનો સેટ મારૂં બીજું ઘર છે. કલાકારો અને ક્રુ પરિવાર જેવા છે અને કોઈ પણ ઉજવણી તેમના વિના અધૂરી લાગે છે. અમે હંમેશાં એકત્ર રહીએ છીએ, કેક કાપીએ છીએ, નાની પાર્ટી કરીએ છીએ અને આસપાસના દરેક સાથે ઉજવણી કરીએ છીએ અને આ વર્ષે પણ કાંઈક આવું જ કર્યું. સુમીત અને હું સ્‍પોટદાદાથી પ્રોડ્‍યુસર સુધી, દરેકને તેમના બર્થડે પર કેક લાવીને સરપ્રાઈઝ આપીએ છીએ.

(12:12 pm IST)