Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ફિલ્‍મ ‘નેવર બેક ડાઉનઃ રિવોલ્‍ટ'નો આજે રાત્રે એન્‍ડ પિકચર્સમાં પ્રિમીયર

(કેતન ખત્રી), અમદાવાદઃ નિતુ ચંદ્ર શ્રિવાસ્‍તવ અભિનિત આ રોમાંચક માર્શલ આર્ટ્‍સ ક્રાઇમ નાટક નેવર બેક ડાઉનઃ રિવોલ્‍ટ  ટેલિવિઝન પ્રિમિયરની સાથે એન્‍ડપિકચર્સ પર આજે રાત્રે ૧૦ વાગે રજૂ થશે.  કેલ્લી મેડિસન દ્વારા ડિરેક્‍ટ, આ ફિલ્‍મમાં ઓલિવિયા પોપિકા, માઇકલ બિસ્‍પિંગ અને બ્રૂક જ્‍હોન્‍સ્‍ટોન મુખ્‍ય ભૂમિકામાં છે.

આ ફિલ્‍મની વાર્તાએ ભાઈબહેનની જોડીની આસપાસ ફરે છે, જેઓ ચેચન્‍યાથી લંડનમાં આવીને વસ્‍યા છે. ભાઈનો લક્ષ્યાંક એક દિવસ એમએમએ ચેમ્‍પિયન બનવાનો છે, ત્‍યારે બહેનને એવી અલગ નોકરી કરવી છે, જેમાં તેને ઘરનું ધ્‍યાન રાખવું છે. જ્‍યારે રોમમાં તેને એક અંડરગ્રાઉન્‍ડ ફાઈટમાં ભાગ લેવા માટેનું આમંત્રણ આવે છે, ત્‍યારે તેને લાગે છે, આ જેટલું સરળ લાગે છે, તેવું નથી. કેમકે તે અપહરણ અને સેક્‍સ ટ્રાફિકિંગના ગંદા વિશ્વમાં ફસાઈ ગઈ છે અને અહીંથી બહાર નિકળીને સ્‍વતંત્રતા મેળવવાનો એક જ રસ્‍તો છે, લડવાનો.ઉર્જાનું પાવર હાઉસ અને માર્શલ આર્ટ્‍સની નિષ્‍ણાંત નિતુ ચંદ્રા શ્રિવાસ્‍તવ, જે અહીં જયાના પાત્રમાં છે, તેને તેની અદ્દભુત પ્રતિભા અને જોરદાર એક્‍શન સ્‍ટંટ પફોર્મન્‍સની સાથે કોઈ કચાશ નથી રાખી.

(3:39 pm IST)