Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે ઔદ્યોગિક વસાહતો ખૂબ જરૂરી છે : ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત

રાજ્યમાં ૪ મહિલા એમ .એસ .એમ .ઈ .પાર્ક સાથે રાજ્યમાં ૧૨ એમ .એસ. એમ .ઈ .પાર્ક

રાજકોટ તા.૨૩ : ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે  રાજયના ઔદ્યોગિક  અને આર્થિક વિકાસ માટે ઔદ્યોગિક વસાહતો ખૂબ જરૂરી છે .રાજ્ય સરકાર એમ.એસ.એમ. ઈ. થકી ઔધોગિક વિકાસને પ્રોત્સાહિત કરી રહી છે. રાજ્યમાં એમ.એસ.એમ.ઈ. ૧૨ પાર્કો નું નિર્માણ થયેલ છે, જેમાં ૪ મહિલા એમ. એસ .એમ. ઈ. પાર્ક નો સમાવેશ પણ થાય છે.

    રાજ્યમાં એમ. એસ .એમ. ઈ. પાર્ક અંતર્ગત એમ. એસ. એમ. ઈ. એકમોને વ્યાજ સહાય  પ્રશ્નના ઉત્તરમાં ઉદ્યોગ મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં ૩૧-૧૨-૨૦૨૨ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૩૦૧ પ્લોટનું વિતરણ કરવામાં આવ્યું છે. એમ.એસ.એમ.ઈ. અંતર્ગત અત્યાર સુધીમાં ફાળવવામાં આવેલ પ્લોટ અંતર્ગત મંત્રીશ્રીએ જણાવ્યું કે ૧૨ એમ.એસ.એ.ઇ  પાર્કમાં ૧૩૨૧ પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેનું ક્ષેત્રફળ ૨૭.૦૭ હેક્ટર જેટલું થવા જાય છે.

ભાવનગર જિલ્લામાં એમ .એસ .એમ .ઈ .એકમોને વ્યાજ અંતર્ગત સહાય અંતર્ગત મંત્રીશ્રીએ જણાવ્યું કે ૩૧-૧૨-૨૦૨૨ના છેલ્લા એક વર્ષમાં ઔદ્યોગિક નીતિ -૨૦૨૦ અંતર્ગત વ્યાજ સહાય યોજના હેઠળ  ૨૦૫ અરજીઓ મળી હતી જેમાં ૧૬૨ એકમોને ૨૧૯.૧૨ લાખની સહાય આપવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં યોજના અંતર્ગત એકમ અને આપવામાં આવેલી સબસીડી અંતર્ગત મંત્રીશ્રીએ જણાવ્યું કે ૨૮૦ એકમોને ૩૮૫ કરોડની સબસીડી આપવામાં આવી છે. આ  એકમો થી ૩૦૯૫ ને રોજગારી મળી છે.

જામનગર જિલ્લામાં એમ .એસ. એમ. ઈ .એકમો અંતર્ગત 138 અરજીઓ માંથી 71 એકમોને 103.61 લાખની સહાય ચૂકવવામાં આવી છે મંત્રીશ્રીએ જણાવ્યું કે જામનગર જિલ્લામાં આ યોજના હેઠળ 158 એકમો દ્વારા 546 લાખનું મૂડી રોકાણ આવ્યું છે એટલું જ નહીં 883 ને રોજગારી મળી છે

 એમ. એસ .એમ. ઈ. એકમોને વ્યાજ સહાય અંતર્ગત મંત્રીશ્રીએ જણાવ્યું કે આ સહાય કેટેગરી મુજબ આપવામાં આવે છે .જેમાં પ્રથમ કેટેગરીમાં તાલુકા કક્ષાએ ૭ ટકા ના દરે ૩૫ લાખની મર્યાદામાં ૭ વર્ષ સુધી,બીજી કેટેગરીમાં ૬ ટકાના દરે ૩૦ લાખની મર્યાદામાં ૬વર્ષ સુધી અને ત્રીજી કેટેગરીમાં ૫ ટકાના દરે ૨૫ લાખની મર્યાદામાં ૫ વર્ષ સુધી આપવામાં આવે છે.

(3:38 pm IST)