Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

‘‘નવા પપ્‍પા'': કોમેડી પારિવારિકફિલ્‍મના ટ્રેલરને જબ્‍બર પ્રતિસાદ

રાજકોટ તા. ર૩: પારિવારિક ફિલ્‍મોનું નિર્માણ કરતા ‘કોકોનટ મોશન પિકચર'ની આગામી ફિલ્‍મ, ‘નવા પપ્‍પા' એક રસપ્રદ, સંપૂર્ણ મૌલિક કોમેડીનો તદન નવો આધુનિક રંગ લાવી રહી છે.

આ ફિલ્‍મ જાણીતા ગુજરાત નાટક-લેખક અને દિગ્‍દર્શક સુરેશ રાજડા દ્વારા લખવામાં આવી છે. નામાંકિત, કુશળ દિગ્‍દર્શક અશોક પટેલની નિપુણતાના સહયોગમાં તેમની શ્રેષ્‍ઠતા ચોકકસપણે કલાનો નમૂનો બની રહેશે.

ફિલ્‍મના નિર્માતા રી રશ્‍મિન મજીઠિયાએ જણાવ્‍યું હતું કે, ‘‘નવા પપ્‍પા અમારા બધા દર્શકો માટે હાસ્‍યનો ડબલ ડોઝ લઇને આવી રહી છે. કારણ કે તેને જોવા યોગ્‍ય બનાવવા માટે અમે અમારા પ્રયત્‍નોને અનેક ગણા વધાર્યા છે. દરેક કલાકારોએ શાનદાર કામ કર્યું છે. મુખ્‍ય ભૂમિકામાં મનોજ જોશીએ ફરીથી એમની ઉત્‍કૃષ્‍ટ અભિનય ક્ષમતા દર્શાવી છે.

ફિલ્‍મનું ટ્રેલર રીલિઝ થયું ત્‍યારથી પ્રેક્ષકો ‘નવા પપ્‍પા'ન.ે આવકારી રહ્યા હોવાનું ડાયરેકટર અશોકભાઇ પટેલ અને વિજય કારીઆ (સાંસ્‍કૃતિક સેલ) ની યાદીમાં જણાવાયું છે.

(4:14 pm IST)