Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

બહુચરાજીમાં વિજ્ઞાન જાથા દ્વારા ‘ચમત્‍કારોથી ચેતો' જનજાગૃતિ કાર્યક્રમ

રાજકોટ : મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે દિવંગત કમાભાઇ વિભાભાઇ પરમારના સ્‍મરણાર્થે ‘નિરાધાર નિરાશ્રય સ્‍થાન' અને દિવંગત ધવલના સ્‍મરણાર્થે ‘ઠંડા પાણીનું પરબ' જાહેર જનતા માટે લોકાર્પણ કરવાના અવસરે ભારત જન વિજ્ઞાન જાથાનો ‘ચમત્‍કારોથી ચેતો' કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. ધારાસભ્‍ય ડો. સુખાજી સોમાજી ઠાકોર, નિરાધાર નિરાશ્રય સ્‍થાને અને પૂર્વ સરપંચ દેવાંગ આર. પંડયાએ ઠંડા પીણાનું પરબ લોકાર્પણ કરેલ. સુરેન્‍દ્રનગર બુધ્‍ધ ધમ્‍મ સંસ્‍કારના ભંતે પથિક શ્રેષ્‍ટી, મહેસાણાના આયુ. પ્રસેનજીત રાજે તેમજ ગુજરાત એફ.પી.એસ.ના કાર્યકારી પ્રમુખ વાડીલાલભાઇ, મહામંત્રી રાજેન્‍દ્રસિંહ જાડેજા, આઇ.ટી. સેલના જીજ્ઞેશભાઇ પરમાર, જિલ્લા પ્રમુખ ગોરધનભાઇ પટેલ, હરપાલસિંહ, પરેશભાઇ પતિરા, માનવ અધિકારીના સંજયભાઇ જોષી, કચ્‍છ નખત્રાણાથી કવિ સમાજ સુધારક લક્ષ્મણભાઇ શેખા, ગાંધીધામથી કાંતિ સોલંકી વગેરે ઉપસ્‍થિતચ રહ્યા હતા. પ્રારંભમાં ‘બહુચરાજી સત્‍યના પ્રયોગો' અખબારના તંત્રી રમેશભાઇ કમાભાઇ પરમારે સૌ મહેમાનોનું અભિવાદન કરી આવકાર્યા હતા. બાજમાં જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ વ્‍હેમ, અંધશ્રધ્‍ધા, ચમત્‍કારોના લોકઅભિગમ જેવા મુદ્દાઓ પર વકતવ્‍ય આપ્‍યુ હતુ. જાથાની ટીમે વૈજ્ઞાનિક ચમત્‍કારીક પ્રયોગોમાં એકના ડબલ, રૂપિયાનો વરસાદ, હાથમાંથી કંકુ-ભસ્‍મ, લોહી નિકળવું, જીભની આરપાર ત્રિશુલ નાખવું, સંમોહન, હાથ-માથા ઉપર દીવા રાખવા, ધૂણવું-સવારીની ડીંડકલીલા વગેરેનું નિદર્શન કરી સ્‍થળ પર લોકોને શીખવાડી દીધેલ. નખત્રાણાના સમાજ સુધારક લક્ષ્મણભાઇ શેખાએ ધુણવાનો આબેહુબ પ્રયોગ નિદર્શન કરી ડીંડકલીલા સાબીત કરી ઉપદેશક કવિતાનું ગાન કર્યુ હતુ. જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણીએ પ્રયોગ નિદર્શન સાથે કાર્યક્રમને વિડીયોમાં કંડાર્યો હતો. રાજયમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવા મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:15 pm IST)