Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

એવરેસ્‍ટ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ દ્વારા અત્‍યાધુનિક ફેટસ્‍કેન મિલ્‍ક એનાલાઇઝરની રજુઆત

(કેતન ખત્રી) અમદાવાદ :ડેરી ટેકનોલોજી સોલ્‍યુશન્‍સ પૂરા પાડતી એવરેસ્‍ટ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટસ એફેટસ્‍કેન મિલ્‍ક એનાલાઈઝર નામની તદ્દન નવી પ્રોડકટ રજૂ કરી છે.આ ફેટસ્‍કેન મિલ્‍ક એનાલાઈઝરમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થયો હોવાને કારણે દૂધની વાસ્‍તવિક ગુણવત્તાઅંગેચોકસાઈથી વિશ્‍લેષણ થાય છે.

પોસાય તેવું આ સાધન ફેટ, એસએનએફ, ઉમેરેલું પાણી, દ્યનતા, પ્રોટીન અને લેક્‍ટોઝની ટકાવારી ૩૦ સેકન્‍ડ કરતાં ઓછા સમયમાં દર્શાવે છે.નેશનલડેરી ડેવલપમેન્‍ટ બોર્ડના ચેરમેન મિનેશ શાહ, ઈન્‍ડિયન ડેરી એસોસિએશનના પ્રેસિડેન્‍ટ, આરએસ સોઢી, અમૂલ ડેરીના એમડી, અમિત વ્‍યાસ, ઈન્‍ટરનેશનલ ડેરી ફેડરેશન ના પ્રેસિડેન્‍ટ, પિયરક્રિસ્‍ટીઆનો બ્રેઝેલ  વિ.ડેરી ઉદ્યોગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમ  એવરેસ્‍ટ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટસના મેનેજીંગ ડિરેક્‍ટર  અજીતપટેલ અને જોઇન્‍ટ મેનેજીંગ ડિરેકટર પરિમલ પટેલે જણાવ્‍યુ હતું

 

(4:17 pm IST)