Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ભારતને G-20નું પ્રમુખપદ મળતા વિધાનસભામાં ગૌરવ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૩ : આજે ૧૨ વાગ્‍યે પંદરમી ગુજરાત વિધાનસભા પ્રથમ ચાલી રહેલ બજેટ સત્રમાં ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્‍યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર ઉપરાંત સામાજિક ન્‍યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્‍યાણ વિભાગનો પ્રશ્નો હાથ ધરવામાં આવશે.

પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થયા બાદ કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગ, માર્ગ અને મકાન વિભાગની માંગણીઓ ઉપર ગૃહના સભ્‍યો પોતાના મંતવ્‍ય અને સૂચનો કરશે. ત્‍યારબાદ સભ્‍યોએ કરેલ ચર્ચા અને સૂચનો ધ્‍યાને લઇ કૃષિમંત્રી અને માર્ગ મકાન મંત્રી યોગ્‍ય જવાબ આપશે.

અંતે ૬૦ મિનિટના બે સંકલ્‍પો રજૂ થશે. જેમાં ભારતે સૌ પ્રથમવાર ૧ ડિસેમ્‍બર ૨૦૨૨થી ૩૦ નવેમ્‍બર ૨૩ સુધી જી-૨૦ સંગઠનનું પ્રમુખ પદ સંભાળેલ છે જે નવેમ્‍બર ૨૦૨૩માં ભારતમાં જી-૨૦ના નેતાઓની સમિટ સાથે સમાપ્‍ત થશે.

જે દેશના ગૌરવ સમાન ગણાશે તેની ચર્ચા થશે.

(4:19 pm IST)