Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

બીએમ ડબલ્‍યુ ઈન્‍ડિયાના સુરતમાં નવા ડીલર પાર્ટનર તરીકે ગેલપ્‍સ મોટરેડ

અમદાવાદઃ બીએમડબલ્‍યુ મોટરેડ દ્વારા સુરતમાં તેના નવા ડીલર પાર્ટનર તરીકે ગેલપ્‍સ મોટરેડની નિયુકિત કરી છે. ગેલપ્‍સ મોટરેડ હવે અમદાવાદ અને સુરતમાં બીએમડબલ્‍યુ મોટરેડનું પ્રતિનિધિત્‍વ કરશે. ડીલરશિપ સુવિધા જી /૪અને  જી /૫, ધ લેનોરા, વેસુ, મજૂરા, સુરત, ગુજરાતમાં સ્‍થિત છે. ડીલરશિપની આગેવાની શ્રી તનુજ પુગલિયા, ડીલર પ્રિન્‍સિપાલ, ગેલપ્‍સ મોટરેડ કરશે. ડીલરશિપ ફેસિલિટી ૨,૦૦૦ સ્‍કવેરફૂટમાં ફેલાયેલી છે. શોરૂમમાં ૯ મોટરસાઈકલ પ્રદર્શિત કરવામાં આવી છે.

કસ્‍ટમર લાઉન્‍જ કેફી અને વ્‍યાપક શ્રેણીની બીએમડબલ્‍યુ મોટરેડ એસેસરીઝ અને લાઈફસ્‍ટાઈલ મર્ચન્‍ડાઈઝ છે. આફ્‌ટરસેલ્‍સ ફેસિલિટી સંપૂર્ણ વેહિકલ સર્વિસ માટે ૩ મેકેનિકલ બેઝ ધરાવે છે. ગેલપ્‍સ મોટરેડ સેલ્‍સ, સર્વિસ, સ્‍પેર- પાર્ટસ આંતરરાષ્‍ટ્રીય ધોરણો પ્રદાન કરે છે અને અને બધી પ્રક્રિયાઓમાં બિઝનેસ સિસ્‍ટમ ગ્રાહકોને પૂર્વ અને પヘાત કક્ષામાં ઉત્તમ માલિક અનુભવ પ્રાપ્ત થાય તેની ખાતરી રાખે છે. તેમ શ્રી વિક્રમ પાવાહ (પ્રેસિડેન્‍ટ, બીએમડબલ્‍યુ ગ્રુપ ઈન્‍ડિયા)એ જણાવ્‍યું હતું.

(4:22 pm IST)