Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મોરબી, દ્વારકા, પાલીતાણા, બગોદરામાં હવાઇ પટ્ટી વિકસાવાશેઃ હીરાસર એરપોર્ટનું કામ ગતિમાં

વિધાનસભામાં સી.જે. ચાવડાના પ્રશ્નનો જવાબ આપતા બળવંતસિંહ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૩ : રાજયની માલીકીની એરસ્‍ટ્રીય (હવાઇપટ્ટી) વિકસાવવા કોંગ્રેસના ડો. સી.જે. સાવડાના પ્રશ્નના ઉત્તરમાં નાગરીક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્‍યું હતું કે અંબાજી, દ્વારા, મોરબી, દહેજ, પાલિતાણા, ધોળાવીર, રાજકોટ, અંકલેશ્વર, પરસોલ, રાજપીપળા, માંડવી, વણોદ (બેચરાજી) અને બગોદરા ખાતે રાજયની માલીકીની એસ્‍ટ્રીય વિકસાવવાનું આયોજન હતું તે પૈકી માંડવી એરસ્‍ટ્રીપનું કાર્ય પુર્ણ થયેલ છે.

મોરબી કમ્‍પાઉન્‍ડ વોલ બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે, અંબાજી, ધોળાવીરા, પરસોલી (નવસારી) અને બગોદરામાં જમીન મેળવવાની કામગીરી પ્રગતિ હેઠળ છ.ે

દ્વારકા ખાતે હવાઇ પટ્ટી વિકસાવવા વર્ષ ર૦ર૩-ર૪માં નવી બાબત રજુ કરવામાં આવેલ છે દહેજ અને પાલીતાણા એરસ્‍ટ્રીપ વિકાવવા શકયતા  વાર્મ અભ્‍યાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ, દિરાસર, રાજકોટ ખાતે આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ વિકાસવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

આ કામગીરીમાં તમામ એરસ્‍ટ્રીપ પાછળ કુલ રૂ. ૯૩,૭૩,૯૩૧ નો ખર્ચ કરવામાં આવેલ છે.

 

 

(4:52 pm IST)