Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

અમદાવાદના એલિસબ્રિજ વિસ્‍તારમાં પુત્રના મિત્રના પ્રેમમાં પાગલ મહિલાઃ દુષ્‍કર્મનો ભોગ બન્‍યા બાદ દગો દેતો પ્રેમી

પતિને હકીકતની જાણ થતા ફરિયાદ કરતા આરોપી ઉઝેરની પોલીસ દ્વારા શોધખોળ

અમદાવાદ: આજના સમયમાં મહિલાઓ સાથે શારીરિક ત્રાસના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના એલિસબ્રિજમાંથી એક ખળભળાટ મચાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘોર કળિયુગમાં એક માતાને પોતાના દીકરાની ઉંમરના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને ત્યારબાદ તેની સાથે હોટલ અને ઘરમાં શરીરસુખ માણ્યું હતું. મહિલાને પોતાના પતિ સાથે બનતું નહોતું, જેના કારણે મહિલા બહાર પ્રેમ શોધવા નીકળી હતી, પરંતુ પ્રેમમાં અંધ બનેલી મહિલાને ખબર નહોતી કે તેમાં તેનું સ્વર્સ્વ દાવ પર લાગી જશે. હાલ તો આ સમગ્ર ઘટના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે. ત્યારબાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ સમગ્ર ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં એક 43 વર્ષીય મહિલા તેના પુત્ર અને પતિ સાથે રહે છે. પરંતુ પતિ-પત્ની વચ્ચે સારા સંબંધ નહોતા, જેના કારણે ઘરમાં ઝઘડા થતા રહેતા હતા. આ સમયગાળા દરમિયાન પુત્રના મિત્ર સાથે મહિલાની ઓળખાણ થઈ હતી. ઘરમાં પ્રેમ ન મળવાના કારણે બહાર પ્રેમ શોધતી મહિલા આ યુવકને હૈયે આપી બેસી હતી. અને પછી શરૂ થયો લવ-સેક્સ અને ધોખા... તમને જણાવી દઈએ કે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં 43 વર્ષીય મહિલાનો પતિ વેપારી છે, જ્યારે મહિલા પણ વેપાર કરે છે.

મહિલા જે સ્થળે વેપાર કરતી હતી, ત્યાં અવારનવાર પુત્રનો મિત્ર આવતો હતો અને મહિલા સાથે મીઠી મીઠી વાતો થતી હતી. આ સમયગાળા દરમિયાન બન્ને વચ્ચેની દોસ્તી પ્રેમમાં પરવર્તિત થઈ અને મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. ત્યારબાદ મહિલા અને પોતાના પુત્રની ઉંમરના પ્રેમી સાથે મોબાઈલમાં મેસેજ અને કોલથી વાતો થવા લાગી હતી. આ દરમિયાન મહિલાએ પોતાની જિંદગીની ખાનગી વાતો અને ઘરની સ્થિતિ વિશે વાતચીત કરી હતી. બીજી બાજુ યુવક પણ તેને દરેક વાતમાં સાથ આપતો અને મદદ કરતો હતો, જેથી મહિલાને આ બધું ગમવા લાગ્યું હતું.

આ સમયગાળા દરમિયાન ઉંચા ખોરડાની મહિલા યુવકના પ્રેમમાં પડી હતી. બીજી બાજુ યુવકે પણ લગ્નની મીઠી મીઠી વાતો કરી હતી અને કહ્યું હતું કે હું તમને ખુશ રાખીશ. આ સમયગાળામાં મહિલા એકલી હોવાથી યુવક સાથે પ્રેમસંબધ રાખવા માટે હા પાડી દીધી હતી. ત્યારબાદ સમય વિતતા ગત જાન્યુઆરી મહિનામાં યુવકે પાલડી ચાર રસ્તા પાસે આવેલી એક હોટલમાં મળવા બોલાવી હતી. જેથી પ્રેમમાં આંધળી બનેલી મહિલા ત્યાં પહોંચી ગઇ હતી અને બંને જણાએ શરીરસુખ માણ્યું હતું. 

આટલેથી યુવક અટક્યો નહોતો, તેણે મહિલાને લગ્નની લાલચ આપીને અવાર નવાર હોટલમાં બોલાવતો અને તેની સાથે શરીરસુખ માણતો હતો. તેણે મહિલાને છીપાવાડમાં આવેલા તેના ઘરે બોલાવી પણ શરીર સંબંધ બાંધ્યા હોવાની વાત સામે આવી રહી છે. આ સમયગાળા દરમિયાન યુવકે મહિલાના એકાઉન્ટમાંથી ધીમેધીમે 55 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હોવાની વાત પણ સામે આવી છે. યુવકે છેલ્લે 10 દિવસ પહેલાં મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મહિલાના પતિને તેમના વચ્ચેના પ્રેમસંબંધની જાણ થઇ ગઇ હતી. જેથી બંને સાથે ઝઘડો થયો હતો, જેથી મહિલા ઘર છોડી જતી રહી હતી. આ બાબતે યુવકને જાણ થતાં તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તેણે બીજી છોકરી સાથે પ્રેમસંબંધ હોવાનું જણાવ્યું હતું.

આ અંગે મહિલાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદ કરતાં યુવક અને તેના મિત્રએ ધમકી આપી હતી. એલિસબ્રિજ પોલીસે મહિલાનું મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપી ઉઝેરની શોધખોળ હાથ ધરી રહી છે.

(6:22 pm IST)