Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

સાણંદના નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શહીદોની વીરગાથાને યાદ કરી “શહીદ” દિવસ ઉજવાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શહીદ દિવસે બાળકોએ ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની વીરગાથા ને યાદ કરી નમન અને વંદન કર્યા હતા. ભારતમાતાના વીર સપુતોને યાદ કરતા દેશભક્તિ ગીતો, ક્રાંતિકારીના સર્વસ્વ બલિદાનની ડોક્યુંમેન્ટરી ફિલ્મ તથા વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. વેશભૂષામાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુએ ઇન્કલાબ જિન્દાબાદ, ઇન્કલાબ જિન્દાબાદ ના નારા સાથે દેશભક્તિનું વાતાવરણ ઉભું કર્યું હતું. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડૉ. મનીષ દેત્રોજાએ શહીદ દિવસે બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, તથા રાષ્ટ્રપ્રત્યે સમર્પિત ભાવ જાગે તેમ ઉદ્દબોધન કર્યું હતું. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

   
(9:27 pm IST)