Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ગડી ગામમાં ડાકણ હોવાનો વ્હેમ રાખી મહિલા અને તેના પતિને માર માર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં હજુ અંધશ્રદ્ધા જોવા મળે છે જેમાં વધુ પડતી ડાકણનાં વ્હેમ માં મારામારીની ઘટના જોવા મળતી હોય છે ત્યારે હાલમાં ગરુડેશ્વર તાલુકાના ગડી ગામમાંમાં પણ મહિલાને ડાકણ હોવાનાં વ્હેમે માર માર્યો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર ગડી ગામના નિશાળ ફળિયામાં રહેતા માસલીબેન રાજેશભાઇ મોગલીયાભાઇ વસાવા નાઓએ આપેલી ફરિયાદ તેઓ તેમના પતિ સાથે ઘરે હતા ત્યારે (૧) ડુટીયાભાઇ મોગલીયાભાઇ વસાવા (૨) કિશનભાઇ મોગલીયાભાઇ વસાવા (બન્ને રહે-ગડી તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓ ત્યાં આવી અને તેમને ડાંકણ બાબતે નો વહેમ રાખી ગમે તેમ મા-બહેન સમાણી ગાળો બોલતા હતા જેથી ગાળો બોલવાની ના પાડતા તેઓ  ઉશ્કેરાય જઇ ત્યા નજીકમા પડેલ પથ્થર વણીને માસલીબેનને ડાબા પગના પંજાના ઉપરના ભાગે મારી દેતા તમને બુમાબુમ કરતા તેમના પતિ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ બરડાના ભાગે ઠિક્કાપાટું નોમાર મારી ઇજા કરી હવે પછી હાથમા આવશે તો જીવતા નહી છોડીયે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગરુડેશ્વર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:11 pm IST)