Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ચોરીની ત્રણ મોટર સાયકલો સાથે એક શખ્શને ઝડપી પાડી રાજ્યના ત્રણ ગુના ડીટેક્ટ કરતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા એલ.સી.બી. સ્ટાફના માણસો તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દ્રમા ગામ પાસે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન એક કાળા કલરની શંકાસ્પદ સ્પ્લેન્ડર મોટર સાયકલનાં ચાલકને રોકી નામ-ઠામ પુછતા રાકેશ જુવાનસીંગ સોલંકી (રહે. ઘોઘલપુર ઉપલા ફળીયા તા.સોંઢવા જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) જણાવેલ અને આ મો.સા.ના સાધનિક કાગળો વિશે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી તેમજ વધુ પુછપરછ કરતાં અન્ય બીજી બે મોટર સાયકલ ઝાડી કોતરમાં સંતાડેલ હોય આ મોટરસાઇકલ રાજ્યના અલગ-અલગ જીલ્લમાં ચોરી થયેલ હોવાનું જણાઇ આવતાં ત્રણેય મોટર સાયકલો  કબજે કરી રાકેશ સોલંકી ને વધુ તપાસ અર્થે તિલકવાડા પો.સ્ટેને સોંપવામાં આવેલ છે.

(10:14 pm IST)