Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રાજપીપળા ખાતે યુથ કોંગ્રેસે રાહુલ ગાંધીના સમર્થનમા પીએમના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : પીએમ મોદી વિશે ખોટી ટિપ્પણી કરવા મામલે રાહુલ ગાંધીને આજે સુરત કોર્ટે બે વર્ષની સજાનો હુકમ કરતાં કોંગ્રેસમાં ભારે રોષ ફેલાયો અને ઠેર ઠેર રાહુલ ગાંધીના સમર્થનમાં અને પીએમ મોદીની વિરોધમાં કાર્યક્રમો કર્યા જે સંદર્ભે રાજપીપળા સફેદ ટાવર ખાતે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પીએમનાં પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો

આ મુદ્દે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવાએ કહ્યું કે રાહુલ ગાંધીએ તેમના ભાષણ માં પીએમ મોદી વિશે કરેલી ટિપ્પણી બાબતે સુરત કોર્ટમા રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરવામાં આવી છે.જેના વિરોધમા અમે રાજપીપળા સફેદ ટાવર ખાતે પીએમ મોદીના પૂતળાંનુ દહન કરી અને રાહુલ ગાંધીના સમર્થનમા ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યા હતા.

(10:20 pm IST)