Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કડીના રંગપુરડા ગામ પાસે ધોરણ 10ની પરીક્ષા આપી પરત ફરી રહેલા 3 છાત્રો સાથે કાર કેનાલમાં ખાબકી

એક વિદ્યાર્થી કેનાલમાં પાણીમાં ગરકાવ થયો : બે વિદ્યાર્થીનો બચાવ થયો

મહેસાણામાં ધોરણ 10ની પરીક્ષા આપી પરત ફરી રહેલા 3 વિદ્યાર્થીઓ સાથે કાર કેનાલમાં ખાબકી છે.જેમાં મળતી માહિતી મુજબ કડીના રંગપુરડા ગામ પાસે કાર કેનાલમાં ખાબકી છે. જેમાં ધોરણ 10ની પરીક્ષા આપી વિદ્યાર્થી પરત જઈ રહ્યા હતા. જેમાં એક વિદ્યાર્થી કેનાલમાં પાણીમાં ગરકાવ થયો હતો. જ્યારે બે વિદ્યાર્થીનો બચાવ થયો છે.

 વિગત મુજબ ધોરણ 10ની પરીક્ષા આપી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓની કાર સૌરાષ્ટ્ર તરફની મુખ્ય કેનાલમાં ખાબકી હતી. કેનાલ ઉપર કાર ચલાવી જઈ રહેલા વિદ્યાર્થીએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના બની હતી. જ્યારે આ ઘટનાને પગલે સ્થાનિકો રેસ્ક્યુ ટીમ અને પોલીસની મદદે આવ્યા હતા.

(11:25 pm IST)