Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઈન જાહેર: 3 એપ્રિલે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે

પરીક્ષાર્થીઓ www.gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ થશે: વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમદાવાદ : ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઈન જાહેર કરી દેવાામાં આવી છે. બોર્ડની વેબસાઈટ પરથી પરીક્ષાર્થીઓએ હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. પરીક્ષાર્થીઓએ www.gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ થશે. 3 એપ્રિલે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી અથવા ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી શકે છે.

  ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગત વર્ષ 2017થી ગુજકેટ ફરજીયાત કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 3 એપ્રિલના રોજ લેવાશે. રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસીના એડમિશન માટે લેવાતી પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.

(12:09 am IST)