Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

વડોદરા નજીક ફૂલવાડી ગામે તળાવમાં 6 મહાકાય મગરનો શિકાર બન્યો એક યુવક

વડોદરાઃ વડોદરા જિલ્લામાં નદી અને તળાવોમાં મગરોની સંખ્યા વધી રહી છે.ડભોઇ તાલુકાના ફૂલવાડી ગામના તળાવમાં મહાકાય મગરે એક યુવકને ખેંચી ગયો હોવાનો બનાવ બનતાં મોડીરાત સુધી તેની શોધખોળ કરવામાં આવી હતી.ફૂલવાડી ગામના તળાવમાં પાંચ થી છ મહાકાય મગરો જોવા મળી રહ્યા છે.આજે એક યુવકને મગર ખેંચી જતાં એક ગ્રામજને જોયું હતું અને તેણે અન્ય લોકોને જાણ કરતાં લોકો ઉમટી પડયા હતા.આ બનાવ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.મામલતદાર સહિતના અધિકારીઓ આવી ગયા હતા અને તળાવમાં મગરો હોવાથી સ્થાનિક તરવૈયાઓને ઉતારી શકાય તેમ નહીં હોવાથી વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.ફાયર  બ્રિગેડની ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ કામગીરી માટે ગઇ હતી.પરંતુ તળાવમાં રબર બોટ કામમાં લાગે તેમ નહિં હોવાથી બીજી બોટ લઇને મકરપુરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસરની ટીમ રવાના થઇ હતી.

(6:23 pm IST)