Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

તારાપુર નજીક કારની ટક્કરે બાઈક ચાલક યુવાનનું કમકમાટી ભર્યું મોત:બાળકનો આબાદ બચાવ

તારાપુર : આજરોજ બપોરે અઢી એક વાગ્યાના અરસા માં તારાપુર વટામણ હાઇવે પર ઇન્દ્રણજ દરગાહ પાસે રોડ ક્રોસ કરતા બાઈક ચાલક ને તારાપુર તરફ થી ફૂલ સ્પીડ માં આવતી આઇ ૨૦ કાર ના ચાલકે અડફેટે લેતાં બાઈક પર સવાર ચાલક નું સારવાર દરિમયાન મોત નિપજ્યું હતું .જ્યારે બાઈક પર સવાર ચાર વર્ષીય બાળક કાર ની ટક્કરે દૂર સુધી ફંગોળાઈ જતાં હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થવા પામેલ છે.  સદનશીબે ચારેક વર્ષીય બાળક નો ચમત્કારિક બચાવ થવા પામેલ છે.મળતી માહિતી મુજબ બાઈક ચાલક તારાપુર ના વલ્લી ગામ નો રહેવાસી અમિતભાઈ  જાદવ ઉંમર વર્ષ ૨૫ અને તેમનું એક ચારેક વર્ષનું બાળક લઈ બાઈક પર આજે બપોરે ૨થ૧૫ વાગ્યા ના સુમારે વલ્લી થી કાનાવડા તરફ જતા હતા તે દરિમયાન રોડ ક્રોસ કરતા સમયે તારાપુર તરફથી પુરપાટ ઝડપે જતી કારનાં ચાલકે બાઈક ને પાછળથી ટક્કર મારતાં અકસ્માત બન્યો હતો. અકસ્માતની જાણ થતા તારાપુર પોલીસ બને ઈજાગ્રસ્ત ને ૧૦૮ મારફતે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન અજીતભાઈ જાદવ નું મોત નિપજ્યુ હતું.

(6:25 pm IST)