Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

ક્ષત્રિય આગેવાનો સાથે હર્ષ સંઘવીની બંધ બારણે બેઠક: રુપાલા વિરુદ્ધ ફેલાયેલા આક્રોશને ઠારવાની કવાયત

- ભાજપ દ્વારા યોજાતા જાહેર કાર્યક્રમોમાં પક્ષના ક્ષત્રિય અગ્રણીઓ મંચ પર સ્થાન ના લેતા હોવાથી ભાજપમાં ચિંતા : ડીસાની હોટલમાં ક્ષત્રિય આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી

અમદાવાદ : લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા વિરુદ્ધ ક્ષત્રિયોમાં ફેલાયેલા આક્રોશને ઠારવા અને લોકસભા ચૂંટણી ટાણે ભાજપને વધુ રાજકીય નુકસાન થતુ અટકાવવા માટે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ છેલ્લા બે દિવસથી પ્રયાસો હાથ ધર્યા છે.

  સૌરાષ્ટ્રમાં બેઠક યોજયા બાદ, હવે હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠાના ડીસાની હોટલમાં ક્ષત્રિય આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી.લોકસભાની ચૂંટણી પ્રસંગે, ભાજપ દ્વારા યોજાતા જાહેર કાર્યક્રમોમાં પક્ષના ક્ષત્રિય અગ્રણીઓ મંચ પર સ્થાન ના લેતા હોવાથી ભારતીય જનતા પાર્ટીમાં ચિંતા પ્રસરી છે. 

રાજકીય નુકસાન થતુ અટકાવવા માટે ભાજપે છેલ્લા બે દિવસથી કવાયત હાથ ધરી છે.  બનાસકાંઠાના ડીસાની એક હોટલમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય આગેવાનોને બોલાવાયા હતા.

બંધ બારણે બોલાવેલી બેઠકમાં, પાટણના સંસદ સહિત બંને જિલ્લાના આગેવાનો હાજર રહ્યાં હતા. પરશોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપતા ક્ષત્રિયોમાં વધતી જતી નારાજગીને ડામવાનો પ્રયાસ કરાયો હતો. ભાજપ દ્વારા રુપાલા વિવાદમાં ડેમેજ કંટ્રોલ કરવામાં આવતો નથી તેવી લાગણી કાર્યકરોમાં ફેલાતા હવે પક્ષના પ્રદેશ મહામંત્રી અને ગૃહપ્રધાને સમગ્ર દોર સંભાળી લીધો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગત શનિવારે ટીવી9 ગુજરાતીના ફાઈવ એડિટર્સ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા પરશોત્તમ રુપાલાને એવુ પણ પુછવામાં આવ્યું હતું કે, રુપાલા-ક્ષત્રિય વિવાદ ઉકેલવામાં ભાજપ દ્વારા પુરતા પ્રયાસ થયા નહો

(6:29 pm IST)