Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

રાજપીપળા પોલીસનો સપાટો : ચિત્રાવાડી પાસે થી 3 લાખનાં દારૂના મુદ્દામાલ સાથે 4 શખ્શોને ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં રહેતા ચાર નબીરાઓ ને પોલીસે અંગ્રેજી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસ મથકના પીઆઈ આર.જી.ચૌધરીની સૂચના હેઠળ પોલીસ માણસોએ બાતમીના આધારે ચિત્રાવાડી ગામ પાસે અંગ્રેજી દારૂનો વેપલો કરતા (૧) મિતિનભાઈ ઉર્ફે નિતીન નવીનભાઈ માછી( રહે, ચોર્યાસીની વાડી પાસે રાજપીપલા) (૨) રઈસ અહેમદ રહીમુદ્દીન ગોહિલ (રહે-રાજપીપલા બાવાગોર ટેકરી) (૩) દેવેન્દ્ર ઉર્ફે લાલુ વિક્રમસિંહ ઠાકોર( રહે.રાધાકૃષ્ણ મંદિરની પાછળ રાજપીપલા) (૪) જયનીસ અનિલભાઈ પુરોહિત (રહે.નવાપરા ભટશેરી રાજપીપલા )નાઓને ચિત્રાવાડી ગામ પાસે પાણીના ફિલ્ટર પ્લાન્ટની પાછળના ભાગે ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જેની કુલ કિ.રૂ.૨,૯૧,૦૦૦ તથા પતરાની પીપ(બેરલ) નંગ-૧૦ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૩,૦૧,૦૦૦નાં દારૂના મુદ્દામાલ સાથે પોલીસ રેઈડ દરમ્યાન સ્થળ પર પકડાઈ જતા રાજપીપળા પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

 

(10:28 pm IST)