Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

સાત મહિનાથી પ્રતીક ઉપવાસ કરતા નર્મદા બંધના અસગ્રસ્તોની પાંચ માંગો સરકારે સ્વીકારી પારણાં કરાવ્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : સરદાર સરોવર નર્મદા બંધનમાં ડૂબમાં ગયેલ ગામોના અસરગ્રસ્તોને સરકાર દ્વારા વિવિધ વસાહતોમાં વસાવવામાં આવ્યા છે. આ અસરગ્રસ્તોના કેટલાક પ્રશ્નોને લઈને તિલકવાડા શીરા ગામે છેલ્લા 7મહિના અને 12 દિવસથી અસરગ્રસ્તોનું ઉપવાસ આંદોલન ચાલુ હતું.

આ અસરગ્રસ્તોના આંદોલનને લઈને સરકારે તેમના પ્રતિનિધિ સ્થાનિક ધારાસભ્યો સાથે વાટાઘાટ કરી જેમાં સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવી,નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ દ્વારા રાજ્ય સરકાર માં રજુઆત કરી આ અસરગ્રસ્તોની જે માંગ હતી તે માંગ પૂરી કરવા સરકારે સહમતી આપી. સુખદ અંત લાવી હાલમાં જે ઉપવાસ આંદોલન હતું એ ઉપવાસી અસરગ્રસ્તોને ટાઈફોઈડના ચેરમેન રામસિંગભાઈ રાઠવા ધારાસભ્ય  અભેસિંગ તડવી, જસુભાઈ ભીલ, ડો.રવિ દેશમુખ, વલ્લભભાઈ જોષી સહિતનાં આગેવાનોએ લીંબુ શરબત પીવડાવી અસરગ્રસ્તોના પારણા કરાવતા આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. અને  હવે અસરગ્રસ્તો એ લેખિત બાંહેધરી મેળવી સરકાર પર વધુ એકવાર વિશ્વાસ કરી આ આંદોલન સમેટી લીધું છે.જોકે હજુ અસરગ્રસ્તો ને લેખિત માં લેટર આપવામાં આવ્યો નથી પરંતુ નેતાઓ એ મુખ્યમંત્રી સુધી લઈ જઈ રજુઆતો કરતા હાલ તો અસરગ્રસ્તોનું સાત મહિનાથી પ્રતીક ઉપવાસનું આંદોલન સમેટાયું છે

હું સાંસદ હતો ત્યારથી આ અસરગ્રસ્તોની માંગો હતી 29 માંગો હતી જે અમે રાજ્ય સરકારમાં રજૂઆતો કરી કરી ને પૂર્ણ કરી હવે 29 માં થી 5 માંગો બાકી છે એ પણ હવે સરકાર આપવા તૈયાર છે. એટલે અસરગ્રસ્તો નો કોઈ પ્રશ્ન રહેતો નથી, કોઈ પાછળ થી નવો પ્રશ્ન ઉભો થાય તો અમે સરકારમાં રજૂઆત કરી લાભો આપવા બેઠા છે. : રામસીંગ  રાઠવા (ચેરમેન,ટાઇફેડ કેન્દ્ર સરકાર )

 

(10:40 pm IST)