Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

આદિત્‍યાણાના માધવ પ્રકાશભાઇ પંડિત જીટીયુમાં રાજયમાં દ્વિતીયસ્‍થાને ઉર્તિણ

આદિત્‍યાણા તા.ર૩ : ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદ દ્વારા લેવાયેલી સિવિલ એન્‍જીનીયર ડિપાર્ટમેન્‍ટ સેમેસ્‍ટર-૩ (જીટીયુ) પરીક્ષામાં માધવ પ્રકાશભાઇ પંડિતે રાજયમાં દ્વિતીય ક્રમે ઉર્તિણ થઇને સમસ્‍ત બ્રહ્મસમાજ અને આદિત્‍યાણા બ્રહ્મસમાજ તથા પોરબંદર પોલીટેકનીક કોલેજનું ગૌરવ વધારેલ છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા લેવાયેલ સિવિલ એન્‍જીનીયરીંગ ડિપાર્ટમેન્‍ટ સેમેસ્‍ટર-૩ ની પરીક્ષામાં પોરબંદર પોલીટેકનીક કોલેજનો સ્‍ટુડન્‍ટ માધવ પ્રકાશ પંડિત ૧૦ એસ. પી. આઇ.૧૦૦% માકર્સ સાથે સમગ્ર ગુજરાતભરમાં બીજા ક્રમાંકે જીટીયુમાં ઉતિર્ણ થયેલ છે. તેમજ પોલીટેકનીક કોલેજના પોરબંદરમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે.

આ સિધ્‍ધી બદલ કોલેજના સીવીલ ડીપાર્ટમેન્‍ટના એચ.ઓ.ડી.કુકડીયા, પ્રીન્‍સીપાલ ઝાલા, એપ્‍લાઇડ મીકેનીકસ વિભાગના હેડ ખુંટી તથા અન્‍ય પ્રોફેસરોએ માધવ  પંડિતને અભ્‍યાસમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્‍છા પાઠવેલ છે.

 

 

(2:17 pm IST)