Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

પ્રાચીન વારલી કલા સંસ્‍કૃતિ જીવંત રાખવા સતત ઝઝૂમતા બીનાબેન પટેલના સમાવેશથી હરખની હેલી

રાજય સરકાર હસ્‍તકની લલિત કલા અકાદમી દ્વારા ૩૧ કલાકારોનું તામ્રપત્ર આપી ભવ્‍યાતિભવ્‍ય બહુમાન કરવાની જાહેરાત : શિલ્‍પકલા, ચિત્રકલા અને છબીકલામાં નિપુણ કલાકારોને ૫૧ હજારનો રોકડ પુરસ્‍કાર પણ આપવા જાહેરાત : બીનાબેન રાજયના સિનિયર આઇપીએસ હસમુખ પટેલના ધર્મપત્‍ની છે.

રાજકોટ તા.૨૩: રાજયના રમતગમત અને સાંસ્‍કૃતિક વિભાગ હસ્‍તકની લલિત કલા અકાદમી દ્વારા પેન્‍ટિંગ, શિલ્‍પકલા, અને છબી કલાક્ષેત્રે ખૂબ મહત્‍વનું યોગદાન આપનાર કલાકારોને ગૌરવ પુરસ્‍કાર આપવા માટેની જાહેરાત કરવા સાથે તેમને વિશેષ સમારોહમાં તામ્રપત્ર અને શાલ સાથે સન્‍માન અને વિદેશમાં ૫૧ હજારના પુરસ્‍કાર માટેની જાહેરાતમાં ગુજરાતના જાણીતા શિલ્‍પ કલાકાર બીનાબેન હસમુખભાઈ પટેલના નામની જાહેરાત કરતા તેમની કલાંના બહોળી સંખ્‍યાના પ્રશંસકોમાં હર્ષની લાગણી ફેલાવા સાથે તેમના પર કાળઝાળ ગરમીમાં અભિનંદનના અમીવર્ષા અત્‍યારથી જ શરૂ થયેલ છે, ખૂબ સરળ અને માયાળુ સ્‍વભાવના અને નિરાભિમાની બીનાબેન પટેલ રાજયના સિનિયર આઇપીએસ અને પોતાની સ્‍વચ્‍છ છબી માટે જાણીતા હસમુખ પટેલના પત્‍ની છે.

 અત્રે યાદ રહે કે પ્રાચીન સંસ્‍કૃતિની ધરોહર જેવી વારલી ચિત્રકલાને જીવંત રાખવા માટે બીનાબેન સતત ઝઝૂમે છે. તેમના જે નિસ્‍વાર્થ પ્રયત્‍નો અને તેમની નિષ્ઠા ઘ્‍યાને રાખી તેમના ચિત્રો હવે મોટી હોટેલ, કંપની ઓફિસ, મોટા ઘરો અને સર્કીટ હાઉસમાં સ્‍થાન મળવા સાથે ઘણી બહેનો આ કલા શીખી અને તેમાંથી તેમને આત્‍મનિર્ભર બનાવવા માટેના તેમના પ્રયત્‍નો કાબિલેદાદ છે અને સતત તેઓ આ માટે ઝઝૂમે છે. ક્ષેત્ર કલાકારનુનામઃ ચિત્રક્‍લા જયંતીલાલ રાબડીયા, ચિત્રક્‍લા મિલન દેસાઈ, ચિત્રક્‍લા કશ્‍યપ પરીખ, છબીકલા અમુલ પરમાર, છબીકલ હેમંતકુમાર પંડ્‍યા, છબીકલા દિનેશમાઇ પંચોલી

વર્ષ ૨૦૧૭-૧૮ માટેઃ ચિત્રક્‍લા ઉંમેશકુમાર કયાડ, ચિત્રકલા દિનુમાઇ પટેલ  ચિત્રક્‍લા કેશવભાઇ ટંડેલ,  છબીક્‍લા વિપુલ લહેરી,છબીકલા  રમેશ બારીટ,  છબીક્‍લા કલ્‍પિત ભચેચ, શિલ્‍પક્‍લા હિમત પંચાલ, શિલ્‍પક્‍લા લાલજી પાનસુરીયા, શિલ્‍પક્‍લા પ્રતાપસિંહ સોલંકી

વર્ષ ૨૦૧૮-૧૯ માટેઃ ચિત્રક્‍લા અરવિંદ ઘોસાળકર, ચિત્રક્‍લા નરેન પટેલ, ચિત્રક્‍લા પ્રવિણામહિયા, છબીક્‍લા વ્રજ મિષાી,  છબીક્‍લા નિકુંજ વાગડીઆ, છબીક્‍લા સાદીકસાહેબ સૈયદ

વર્ષ ૨૯૧૯-૨૦ માટે ચિત્રકલા મહેૅન્‍દ્ર પરમાર,  ચિત્રકલા કાંતિલાલ પંચાલ, ચિત્રકલા કનુભાઈ પંચાલ, છબીક્‍લા દેવજીમાઇ શ્રીમાળી,  છબીક્‍લા રાજેશકુમાર પટેલ, છબીક્‍લા સિદ્ધાર્થ રાઠોડ, શિલ્‍પક્‍લા કનુમાઇ પારૂપસ્‍લા, શિલ્‍પક્‍લા રાજેશ મૂળીયા, શિલ્‍પક્‍લા બીનાપટેલ, શિલ્‍પક્‍લા નથુમાઇ ગસ્‍ચર (રેતી-શિલ્‍પ માટે) પસંદ કરવામાં આવ્‍યા છે.

 

 

(5:15 pm IST)