Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

નડિયાદમાં 22 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનીનો ગળેફાંસો ખાઇ આપઘાત

પિતા દ્વારા મોબાઇલ કોલ રેકોર્ડીંગના આધારે યુવતીને હેરાન કરતા યુવક વિરૂદ્ધ ગુન્‍હો દાખલ

ખેડાઃ નડિયાદમાં પોલીસકર્મીની પુત્રીએ આપઘાત કર્યો હતો. ડાકોરમાં પોલીસ લાઈન સ્થિત પોતાના ઘરમાં પુત્રીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 22 વર્ષની પુત્રીના આપઘાતની જાણ થતાં પિતા અને પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પિતાને ખબર પડી તો તેઓ ભાગી પડ્યા હતા. માતા-પિતા દૂર રહેતા હોવાથી પુત્રી ઘરે એકલી રહેતી હતી.

પિતાએ તપાસ કરતાં માહિ‌તી પહોંચી કે દીકરીને અન્ય ધર્મનો યુવક હેરાન કરતો હોવાનું સામે આવ્યું છે. પુત્રીના મૃત્યુ બાદ પિતાએ મોબાઈલ કોલ રેકોર્ડિંગના આધારે તેને હેરાન કરનાર યુવક સામે ગુનો નોંધાવ્યો છે. જેમાં યુવક પર ત્રાસ ગુજારવાની સાથે યુવતીએ દીકરીને આપઘાત કરવા મજબૂર કર્યાની વાત કરી છે.

પુત્રી નર્સિંગની વિદ્યાર્થિની હતી

મૂળ મહીસાગર જિલ્લાના રણજીતસિંહ બારૈયાનો પરિવાર ડાકોર પોલીસ લાઈનમાં રહે છે. તેમની પુત્રી જાગૃતિ છેલ્લા ચાર વર્ષથી નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી. ઘટના સમયે માતા-પિતા નડિયાદમાં ન હતા. તેઓ એક લગ્ન પ્રસંગે ગામમાં આવ્યા હતા. જેથી પુત્રી નડિયાદમાં પોલીસ લાઇનના મકાનમાં એકલી હતી અને અભ્યાસ કરતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી પર ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ છે. પોલીસે એફઆઈઆર નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોબાઈલમાં રેકોર્ડિંગ

છોકરીના મોબાઈલ ફોનની તપાસમાં સામે આવ્યું છે કે અબ્દુલ્લા નામનો યુવક તેને હેરાન કરતો હતો. મોબાઈલમાં રેકોર્ડિંગ છે. જે વીડિયો અબ્દુલ્લાના મોબાઈલ પરથી મોકલવામાં આવ્યો છે. તેણે કહ્યું કે તમે સ્કોપિયન કિંગ સાથે વાત કરો. મારી પાસે તારા વડતાલનો વીડિયો છે. મેં પ્લાનિંગ સાથે કર્યું છે. તું કેટલા સમયથી વાત કરે છે. જો તું મને એ છોકરા સાથે વાત કરાવીશ તો હું તને છોડી દઈશ. નહીં તો હું કોલેજ અને ઘર બધુ જ તબાહ કરી દઈશ. હું કોલેજમાં આવીને સાહેબોને કહીને તને કોલેજમાંથી કઢાવી દઈશ. તને બરબાદ કરીને હું તને છોડી દઈશ. એક રીંગમાં મારો ફોન ઉપાડ. મેં રાજદીપને મેસેજ કર્યો છે. તારા પિતાને પણ કરશે. તમે ડેટા ચાલુ કરી રહ્યાં નથી. મને જોઈને મરી જા મોબાઈલમાં રેકોર્ડિંગ સામે આવ્યા બાદ લવ જેહાદના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

(5:57 pm IST)