Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

ડભોઇમાં શિનોર ચોકડી નજીક ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમ્યાન પેટ્રોલપંપ પર ચોરી કરતા બે શખ્સોની ધરપકડ કરી

વડોદરા: ડભોઇમાં શિનોર ચોકડી પાસે જિલ્લા પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કઈ રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે થરવાસા ત્રણ રસ્તા પાસેથી ડભોઇ તરફ આવતા નડા ગામમાં રહેતા વિજય રણજીત પાવા અને વિષ્ણુ મહેશ રાઠોડિયાને ઝડપી પાડ્યા હતા. તેઓની પાસેથી ત્રણ શંકાસ્પદ મોબાઈલ મળતા બંનેની પૂછપરછ હાથ ધરી હતી. બંનેએ કબુલાત કરી હતી કે તારીખ 8ના રોજ ડભોઇ તિલકવાડા રોડ પર રેવા પેટ્રોલપંપ પર મોબાઈલફોનની ચોરી કરી હતી. પોલીસે બંનેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

(6:54 pm IST)